દેશવિદેશ
શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય: પીએમ મોદી
જમ્મુ-કાશ્મીરના અવંતીપુરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ CRPFના જવાનોને નિશાન બનાવ્યા હતાં અને જવાનોની બસ સાથે થયેલા હુમલામાં 42 જવાનો શહીદ થયાં. આ હુમલામાં જે કારનો ઉપયોગ કરીને આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તે કારમાં 200 કિલો વિસ્ફોટક ભરેલો હતો. આ વિસ્ફોટક એટલો ભયાનક હતો કે તેનો અવાજ 5 કિલોમીટર સુધી સંભળાયો હતો.
https://www.youtube.com/watch?v=FCHZiwB3pPU&feature=youtu.be
આતંકીઓએ સીઆરપીએફની બસ પર જે આત્મઘાતી હુમલા કર્યો તેની જવાબદારી સ્વીકારી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં CRPFના કાફલા થયેલા આતેકી હુમલાની આકરી નિંદા કરી. તેમણે ટ્વીટર પર લખ્યું કે આપણા જવાનોની શહાદત એળે નહીં જાય. પુલવામામાં થયેલા હુમલાને જોતા સ્થિતિને ધ્યાનમાં લઈને મેં ગૃહમંત્રી રાજનાથ સિંહ અને અન્ય શીર્ષ અધિકારીઓ સાથે વાતચીત કરી છે.