અમદાવાદ

મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુધારેલું બજેટ તા.૭ ફેબ્રુઆરીની આસપાસ રજૂ કરાય તેવી શક્યતા

મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની સંલગ્ન સંસ્થાઓનાં બજેટ એક પછી એક રજૂ થાય છે, પરંતુ આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શોના કારણે વિલંબમાં મુકાયેલ આયોજન, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ તેમજ ભાજપના યુવા અને મહિલા મોરચાના વિવિધ કાર્યક્રમોના કારણે વિલંબમાં મુકાયાં છે, જોકે આગામી તા. ૨૦ ફેબ્રુઆરી પહેલાં આ તમામ બજેટને બજેટ બેઠકમાં મંજૂરી અપાવીને રાજ્ય સરકારને મોકલવાનાં હોય છે. દરમિયાન શાસક પક્ષ દ્વારા રૂ. ૮૦૦૦ કરોડનું સુધારિત બજેટ આગામી તા. ૭ ફેબ્રુઆરી આસપાસ રજૂ કરાય તેવી શક્યતા છે.

ગઈ કાલે શાસક પક્ષ દ્વારા વી.એસ. હોસ્પિટલ અને એમ. જે. લાઈબ્રેરીનાં સુધારિત બજેટ જે તે સંસ્થાના બોર્ડમાં રજૂ કરાયાં હતાં. આના પહેલાં શાસકો એએમટીએસ અને સ્કૂલબોર્ડનાં સુધારિત બજેટ રજૂ કરી ચૂક્યા છે. આમ, મ્યુનિ‌િસપલ કોર્પોરેશન સંલગ્ન ચારેય સંસ્થાઓનાં સુધારિત બજેટ રજૂ થયાં છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગત તા. ૨૨ જાન્યુઆરીએ રૂ. ૭૫૦૯ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં શાસકો દ્વારા રૂ. ૪૫૦ કરોડનો વધારો કરીને આશરે રૂ. ૮૦૦૦ કરોડનું સુધારિત બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાશે, જેમાં નવા ફ્લાય ઓવરબ્રિજ સહિતના વિકાસલક્ષી પ્રોજેક્ટનો સમાવેશ કરાશે.

આગામી નાણાકીય વર્ષમાં તંત્રના રૂ. ૭૦૦ કરોડના બોન્ડના કારણે સત્તાધીશોને વિકાસલક્ષી પ્રોજેક્ટનું આયોજન કરવામાં સરળતા પડશે તેમ ચર્ચાઈ રહ્યું છે, જોકે અગાઉ રૂ. ૭૦ કરોડનો કોન્ઝવર્ન્સી ટેક્સનો ભાર નાગરિકો પર પડી ચૂક્યો હોઈ નવા વેરાની શક્યતાને ફગાવતાં જાણકાર સૂત્રો વધુમાં ઉમેરે છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button