પેડમેનની નિર્માતાને ના મળી જામીન, 5 દિવસથી જેલમાં
ફિલ્મ પ્રોડ્યુસર પ્રેરણા અરોડા 320 કરોડ રૂપિયાની બનાવટીના મામલામાં ગત પાંચ દિવસથી જેલમાં છે. આ મામલમાં સુનાવણી શનિવારે થશે. તમને જણાવી દઇએ આ મામલામાં સુશાંતસિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથથી જોડાયેલા છે. પ્રેરણા ક્રિઅર્જ એન્ટરનેટમેન્ટ પ્રોડક્શન હાઉસની ઓનર છે. આ પ્રોડક્શન હાઉસ રુસ્તમ, ટોઇલેટ, પેડમેન અને પરી જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂકી છે.
પ્રેરણાના વકીલ રિજવાન મર્ચેન્ટ અનુસાર, પ્રેરણાએ કોર્ટમાં કહ્યું હતું કે તેને જેલમાં રાખવામાં આવી શકે નહીં. પરંતુ પ્રેરણા પર બનાવટીના એકથી વધારે મામલા નોંધાયા છે. જેના કારણે કોર્ટે તેને જામીન આપવાથી ઇન્કાર કરી દીધો છે.
ક્રિઅર્જ એન્ટરટેનમેન્ટ ફિલ્મ કેદારનાથાના રાઇટ્સ રોની સ્ક્રુવાલાને વેચ્યા હતા. ત્યાર પછી જૂન 2018એ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર વાસુ ભગનાનીએ પ્રેરણા અને ક્રિઅર્જ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભગનાનીનો આરોપ છે કે ગેર કાયદાકીય રીતે રોની સ્ક્રુવાલાને રાઇટ્સ વેચવાથી તેને 16 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભગનાનીએ પ્રેરણા સિવાય પ્રતિમા અરોડા અને અર્જુન કપૂર વિરુદ્ધ મુંબઇના આર્થિક ગુના શાખામાં એફઆઇઆર નોંધાવી હતી.
કોર્ટે જ્યારે પ્રેરણાને જેલ જવાનો નિર્ણય સંભળાવ્યો તો તે સમયે પ્રેરણાની આંખોમાંથી આંસુ રોકવાનું નામ લઇ રહ્યા ન હતા. સુત્રો અનુસાર પ્રેરણાના વકીલે જણાવ્યું કે જેલ જતા સમયે તેના પિતાને ગળે મળી હતી અને તે સમયે ખુબ નિરાશ હતી.