ધોની ભારત માટે આગામી વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકામાં હોઈ શકે તેવી શક્યતા
આગામી સમયમાં આવી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને હાલતો ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ ખેલાડીઓની પસંદગીની પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારે પસંદગી સમિતિના પ્રમુખ એમ.એસ.કે. પ્રસાદનું માનવુ છે કે, વિકેટ કિપિંગ અને બેટિંગ બાબતે મહેન્દ્રસિંહ ધોનીનું હાલનું પર્ફોર્મન્સ જોતા અને તેનો અનુભવ આગામી સમયમાં ઈગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં ધોની ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેવી શક્યતા છે.પ્રસાદનું કહેવુ છે કે, મેદાન ઉપર કેપ્ટન વિરાટ કોહલીને માર્ગદર્શન આપવુ, વિકેટકિપિંગમાં માસ્ટરી કે પછી ગ્રાઉન્ડ ઉપર અન્ય ખેલાડીઓને સલાહ આપવામાં ધોની કુશળ છે. એટલા માટે તે ભારતીય ટીમ માટે આગામી વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકામાં હોઈ શકે તેવી શક્યતા છે. પ્રસાદે સ્પોર્ટસ વેબસાઈટ ક્રિક ઈન્ફોને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યા અનુસાર છેલ્લી બે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સામે ધોની જે રીતે રમ્યો છે તે જોતાં એવું લાગે છે કે હવે ધોની ક્રિકેટમાં સ્વાભાવિક રીતે જ રસ દાખવીને રમવા માંગે છે. આ એજ ધોની છે જેને હું જાણું છું, ધોની ફરીથી તેની અદામાં ક્રિકેટ રમી જબરજસ્ત પર્ફોર્મન્સ કરશે એવી તાકાત છે જે માત્ર પીચ ઉપર બેટિંગ દરમિયાન તેનો ઉપયોગ કરે છે. હાલમાં જે રીતે તે રમી રહ્યો છે તેમાં અમને તેનો જૂનો ટચ યાદ આવી જાય છે , 37 વર્ષીય ધોની માટે આ ચોથો વર્લ્ડકપ હશે. ધોની વર્લ્ડકપ પછી 7 જુલાઈના રોજ 38 વર્ષનો થશે. ભારતે ધોનીની કેપ્ટન્સીમાં જ વર્ષ 2011માં વર્લ્ડકપ જીત્યો હતો. ધોની ટીમના નેતૃત્વના સમૂહનો ખાસ ભાગ છે. જોકે છેલ્લા એક વર્ષમાં ધોનીની બેટિંગને લઈને લોકોએ ઘણી ટીકાઓ પણ કરી છે. પરંતુ ધોનીના વર્તમાન પર્ફોર્મન્સથી ખુશ થયેલા પ્રસાદનું કહેવુ છે કે, વર્લ્ડકપમાં રમતા પહેલાં ધોની આઈપીએલમાં પણ રમશે. ધોનીને આઈપીએલમાં 14-16 મેચ રમવાની તક મળી શકે છે. આઈપીએલની લગભગ તમામ મેચ હાઈપ્રેશર વાળી જ હોય છે. ત્યારે ધોનીને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝિલેન્ડ વાળુ ફોર્મ જાળવી રાખવાની તક મળશે.પ્રસાદે કહ્યું કે, મને ધોનીની વિકેટ કિપિંગ સ્કિલ ઉપર સહેજ પણ શંકા નથી. માત્ર તેની બેટિંગના ફોર્મ ઉપર થોડી ચિંતા છે. જોકે હું માનુ છું ત્યાં સુધી ધોની જેટલું વધારે રમશે એટલું જ તેનું ફોર્મ વધુ મજબૂત બનશે. એક ખેલાડીના જીવનમાં આવા ઉતાર-ચઢાવતો આવતા રહે છે. પણ ધોની જેવા મોટા ગજાના ખેલાડીને કંઈ કહેવાની જરૂર પણ નથી રહેતી કારણકે તે જાણે છે કે લોકો તેમની પાસેથી કેવી અપેક્ષા રાખે છે ધોનીને હટાવ્યો નથી, માત્ર વિકલ્પ શોધવાનો પ્રયાસ કર્યો. વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી-20 સીરીઝમાં ધોનીને આરામ આપવામાં આવ્યો હતો. તે સમયે ધોનીના કરિયર સામે કેટલાક સવાલો ઉભા થયા હતા. આ મુદ્દે વાત કરતા પ્રસાદે વધુમાં કહ્યુ કે, તેને ટીમમાંથી હટાવવામાં આવ્યો નહોતો. મેં ખૂદ ધોની સાથે અને ટીમના પ્રબંધકો સાથે વાત કરી હતી. અને મેંજ એમને કહ્યું હતું કે, આગામી વર્લ્ડ કપ માટે બીજા વિકેટકિપરનો પરિચય કરાવવો પડશે. અમે દિનેશ કાર્તિક અને ઋષભ પંતને વધુ સમય અપવા માંગીએ છીએ. એકમાત્ર આ જ કારણ હતુ જેથી કાર્તિક અને પંત એ 6 ટી-20માં રમ્યા હતા.