જીઓ, એરટેલ અને વોડાફોન પર પોર્ન સાઇટ ઓપન કરી તો જવું પડશે જેલમાં
જીઓ, એરટેલ અને વોડાફોન જેવી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરોએ ભારતમાં વધારે લોકપ્રિય પોર્ન સાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો છે. એવું સરકારના નિર્દેશો અને કોર્ટના આદેશનું પાલનમાં રિવેન્જ પોર્ન જેવી સાઇબર ક્રાઇમ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર લગામ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. એક તરફ તો પોર્ન વેબસાઇટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેને બ્લોક કરવામાં આવી છે. પરંતુ દેશમાં પોર્ન જોવું ગેરકાયદાકીય નથી.
પોર્ન સાઇટ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો વીપીએન કે પ્રોક્સી જેવા ઉપયાનો ઉપયોગ કરીને સંબંધિત વેબસાઇટ સુધી પહોંચ બનાવી લે છે. એવામાં સવાલ ઉઠે છે કે જો કોઇપણ કોઇ રીતે પોર્ન જોઇ રહ્યું છે તો શુ તે અપરાધ છે. શુ તેને જેલ થઇ શકે છે. શુ તેના વિરુદ્ધ કોર્ટની અવમાનનાની કાર્યવાહી થઇ શકે છે. તેને લઇને તસવીર સાફ નથી. ધ્યાન આપો , ભારતમાં પોર્ન જોવું ગેરકાયદાકીય નથી, જેથી કોઇના વિરુદ્ધ કેસ નોંધાય શકાશે નહીં. કોઇને પણ જેલ થઇ શકશે નહીં. પરંતુ આ વાત બિલકુલ સ્પષ્ટ છે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી ગૂનો છે અને એવું કરવા પર નિશ્ચિત રીતે કડક કાર્યવાહી થશે. આ રીતે રિવેન્જ પોર્ન જોવું, સર્કુલેટ કરવું પણ તમને મુશ્કેલીમાં લાવી શકે છે. તો આ પ્રકારનો ગૂનો ક્યારેય ન કરો.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે વર્ષ 2015માં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરોથી 857 વેબસાઇટને ડાઉન કરવાનો આદેશ કર્યો હતો. એવું સાઇબર ક્રાઇમ પર નિયંત્રણ માટે કરવામાં આવ્યું છે. જોકે, આલોચના બાદ સરકારે બાદમાં આ નિર્ણય ત્યારે લીધો જ્યારે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહેવામાં આવ્યું હતું કે ઓનલાઇન પોર્નના કારણથી સેક્સ ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે.