અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસના રેડ
ઉત્તરાયણમાં દારૂની મહેફીલ જમાવતા નબીરાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરૂકુલ એપાર્ટમેન્ટનાં ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી ત્યાં પોલીસે દરોડા પાડીને 2 યુવતીઓ સહિત 5 લોકોની અટકાયત કરી હતી. પોલીસ રેડ પાડી ત્યારે આસપાસના લોકો જોવા માટે ટોળાં વળ્યાં હતાં.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ નિમિતે દારૂની મહેફિલ માણતા 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. વસ્ત્રાપુરમાં આવેલ ગુરુકુલ એપાર્ટમેન્ટના ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. યુવક-યુવતિ સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે અહીં કેટલાક યુવક-યુવતિઓ દારૂની મહેફીલ માણી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. ધાબા પરથી પોલીસે દારૂ પીધેલા તમામ લોકોની અકાયત કરી હતી. જેમાં યુવતિઓનો પણ સમાવેશ હતો. આ મહેફિલ ગુરપ્રિત સિંહ અને મણીભાઈ દ્વારા રાખવામાં આવી હતી. હાલ પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે કેટલા યુવક-યુવતીઓએ દારૂનું સેવન કર્યું છે તે માટે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કર્યો હતો.