દેશવિદેશ

મુંબઇ એરપોર્ટ પર 30 માર્ચ એક રનવે રહેશે બંધ, ફ્લાઇટ્સને થશે અસર

7મી ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી 52 દિવસ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રનવે બંધ રહેશે. જેથી આશરે 5000 ફ્લાઈટો પર અસર પડશે. જેમાંથી મોટા ભાગની ફ્લાઈટ્સને રદ પણ કરવામાં આવશે.

મુંબઈ એરપોર્ટ પર પ્રતિ કલાક 36 અને પ્રતિ દિન આશરે 950 ફ્લાઈટ ઉડાન ભરે છે. સમારકામનાં કારણે એરપોર્ટ પર દરરોજ આવનારી આશરે 230 ફ્લાઈટ રદ કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈ- ગોવા અને મુંબઈ-બેંગલુરુ રુટ પર દરરોજ 15 ફ્લાઈટ રદ કરાશે.

આ જાહેરાત પછી મુંબઈ જનારી તમામ ફ્લાઈટોનાં ભાડામાં વધારો કરવામાં આવશે. દિલ્હીથી મુંબઈ માટે આવતા મહિને ભાડામાં 30% નો વધારો કરવામાં આવશે. આ રૂટ પર રોજ 30 ફ્લાઈટોને રદ કરવામાં આવશે. મુંબઈ એરપોર્ટ પર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સમારકામ કરવામાં આવશે. આ દરમિયાન મુખ્ય રનવે પર ફ્લાઈટની અવર જવર રહેશે. મુખ્ય રનવે પર પ્રતિ કલાક 50 ફ્લાઈટની ક્ષમતા છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button