માર્ચના પ્રથમ સપ્તાહમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ, હવે માર્ચથી મેટ્રોમાં પણ ફ્રી મુસાફરી
અમદાવાદીઓએ 2009માં BRTSમાં 5 માસ ફ્રી મુસાફરી કરી હતી તો હવે માર્ચના પ્રથમ સપ્તાહમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ છે તો તેમાં શરૂઆતના તબક્કે પેસેન્જરોને ફ્રી
મુસાફરીનો લાભ મળે શકે તેવી શક્યતા છે. હાલ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે બુધવારે એપેરલ પાર્કથી અમરાઈવાડી સુધી લગભગ 2 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ યોજાયું હતું. જાન્યુઆરી માસમાં શહારમાં પહેલી મેટ્રો ટ્રેન આવ્યા બાદ દક્ષિણ કોરિયાની કંપનીના અધિકારીઓની દેખરેખમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાયું હતું. ગુરુવારે ફરી મિડિયા સમક્ષ ટ્રાયલ યોજાયું. ત્યારબાદ શુક્રવારે વસ્ત્રાલ ગામ સુધી ટ્રાયલ યોજાશે. જે ડ્રાઈવર વગરની આ ટ્રેનમાં આગળ અને પાછલ બન્ને તરફ એન્જિન હોવાથી બન્ને દિશામાં તેને દોડાવી શકાશે.
https://www.youtube.com/watch?v=jayTrfOHt4I&feature=youtu.be
તમામ મેટ્રો સ્ટેશનના બન્ને છેડે 8 ઓટોમેટિક ફેર કલેક્શન (એએફસી) ગેટ લગાવાશે. ગેટના સેન્સર પોઈન્ટ પર પેસેન્જર ટિકિટ બતાવે ત્યારે જ તે બહાર નીકળી શકશે. પેસેન્જરોની સુરક્ષા માટે 2000 પેસેન્જરની ક્ષમતા ધરાવતા સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર (પીએસડી) લગાવાશે. સ્ટેશનના બન્ને છેડે 3-3 ટિકિટ બારી અને 2-2 ટિકિટ વેન્ડિંગ મશીન હશે.
મેટ્રોમાં મુસાફરી દરમિયાન ભૂલથી કે જાણી જોઈને કોઈ પેસેન્જર વસ્ત્રાલ ગામથી અમરાઈવાડીની ટિકિટ લઈ એપેરલ પાર્ક સુધી મુસાફરી કરશે તો તે એપેરલ પાર્ક સ્ટેશને પ્લેટફોર્મથી બહાર નીકળી નહીં શકે. આ પેસેન્જરને ફરીથી અમરાઈવાડીથી એપેરલ પાર્ક સુધીની બીજી ટિકિટ લેવી પડશે ત્યારબાદ જ તે પ્લેટફોર્મમાંથી બહાર નીકળી શકશે. પેસેન્જરોને જનમિત્ર કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્ડ બીઆરટીએસ, એએમટીએસ માં પણ ચાલી શકશે. મોબાઈલમાં જેમ રિચાર્જ થાય છે તેમ જનમિત્ર કાર્ડમાં પણ બેલેન્સ કરાવી શકાશે.