ગુજરાત વિધાનસભાના આગામી સત્ર માટે નેતાઓની બેઠક યોજાઈ
ગુજરાત માં 14 મી વિધાનસભા નું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે બંધારણ ના નિયમ મુજબ સત્ર પહેલા વિધાનસભા સલાહકાર સમિતિ ની બેઠક મળી હતી જેમાં સાશક પક્ષ અને વિરોધ પક્ષ ના સલાહકાર સમિતિના સભ્યો એ ભાગ લીધો. આ બેઠક માં શાસક પક્ષ તરફથી સીએમ વિજય રૂપાણી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વિધાનસભાના મુખ્ય દડક પંકજ દેસાઈ, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની, કોંગ્રેસના દડક અશ્વિન કોટવાલ સહિતના સલાહકાર સમિતિના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. બેઠક પૂર્ણ થયા બાદ વિધાનસભાના સલાહકાર સમિતિના સભ્ય અને વિરોધ પક્ષ નેતા પરેશ ધાણાની એ પ્રેસવાર્તા માં જણાવાયું કે આજે સલાહકાર સમિતિ ની બેઠક મળી હતી. પુલવામાં જે સેનિકો શહીદ થયા એમને ભાવ ભીની શ્રદ્ધાંજલિ છે વિધાનસભા નું સત્ર મળી રહ્યું જે વિધાનસભા નું સત્ર ઓછું પણ બીજેપી નો ચૂંટણી ઢંઢેરો વધુ છે. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રયત્ન કરી રહી છે.
આ સત્ર નો પ્રથમ દિવસ પુલવામામાં આપણા જવાનો શહીદ થયા છે એમને શ્રઘ્ધજલી આપવા એક દિવસ કામકાજ બંધ રહેશે અમે સરકાર ને કહ્યું કે એક દિવસ 2 બેઠકો વધુ કરવામાં આવે પણ નિયમ નો હવાલો આપી સરકાર બહાનું બતાવી રહી છે. સરકાર તમામ મોરચે નિષ્ફળ સાબિત થઈ ખેડૂતો ની ખેતી ,યુવાન ને રોજગાર, સામાન્ય પ્રજા ને મોંઘવારી નો માર આ બધા પ્રશ્નો અત્યારે મહત્વ ના છે સત્ર દરમિયાન ધારાસભ્યોના મત વિસ્તારના ઘણાં પ્રશ્નો હશે. પણ સરકાર ચર્ચા થી ભાગવાનો પ્રયત્ન કરી સત્ર કામ પણ બીજેપી ના 2019 ની લોકસભા ની તૈયારીના ભાગરૂપે બોલાવ્યું હોય એમ લાગી રહ્યું છે .