વિધાનસભાના કાર્યાલયમાં વિધાનસભા સલાહકાર સમિતિની મહત્વની બેઠક યોજાઇ.
ગુજરાતમાં એકબાજુ લોકસભા 2019ની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે જે અંતર્ગત આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વિધાનસભાના કાર્યાલયમાં વિધાનસભા સલાહકાર સમિતિની મહત્વની બેઠક યોજાઇ. જેમાં સાશકના સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ઓરેલ ગૃહમંત્રી અને શિક્ષણમંત્રી સહિતના સભ્યો એ વિપક્ષના પરેશ ધાણાની અને અશ્વિન કોટવાલ સહિતના સલાહકાર સમિતિના સભ્યો એ ભાગ લીધો હતો.
https://www.youtube.com/watch?v=DGJAsfAT0ww&feature=youtu.be
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સીએમ વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે 18 તારીખ થી વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે પુલવામાં જે આતંકવાદી હુમલો થયો એને હું વખોડી કાળું છું આતંકવાદીઓએ કાયરતા પૂર્ણ માનવતા વિહોણા આને દેશ ની એકતાને નબળી પાડવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો છે.
ભારત આ સ્થિતિ નો દ્રઢતાથી સામનો કરવા તૈયાર છે. આતંકવાદની લડાઈ દેશ સાથે મળીને લડશે અને એમને જડબાતોડ જવાબ આપશે. જે હુમલામાં શહીદ થયેલા જવાનોને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અને દેશ એમના આ બલિદાનને યાદ રાખશે અને એમનું બલિદાન એળે નહીં જાય.