વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું ટ્વિટ,રણચંડીના રૂપ સમાન “આશાપુરા”ઉપર મને હજુય આશા છે.
લોકસભા 2019 ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના ડૉ.આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કોંગ્રેસને આંચકો લાગ્યો છે. ઉંઝા બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલે રાજીનામું આપી દીધા બાદ ગુજરાતની રાજનીતિ હાલ માત્ર આશાબેન પર કેન્દ્રિત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલના રાજીનામાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા, ત્યારે કોંગ્રેસ દ્વારા આશાબેનને પાર્ટીમાં ફરી પરત લાવવા માટે મનામણાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આશાબેનને પાર્ટીમાં પાછા લાવવા માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને જવાબદારી સોંપવામાં આવી હોય, તેમ પરેશ ધાનાણીએ આજે એક ટ્વિટ કરીને ફરીથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવી લીધો છે. હાલ એવું ચર્ચાઇ રહ્યું છે કે, આશાબેનને સંગઠનમાં સ્થાન આપવાની વાતને કોંગ્રેસના હાઈકમાન્ડે મંજૂર કરી છે.જી બાજુ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આશાબેનની નારાજગીને દૂર કરવા માટે એક ટ્વીટ કર્યુ છે. આ ટ્વિટમાં તેમણે ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીએ કહ્યું છે કે, રણચંડીના રૂપ સમાન ‘આશાપુરા’, ઉપર મને હજુય આશા છે…જનાદેશનો ઉલાળિયો કરીને નવરા થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની ભાજપાની આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.! જય જય ગરવી ગુજરાત.
“”સ્વાથૅ જીતશે કે સ્વાભિમાન””
રણચંડીના રૂપ સમાન “આશાપુરા”
ઉપર મને હજુય આશા છે..,જનાદેશનો ઉલાળિયો કરીને નવરા
થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ
એકનો ઉમેરો કરવાની ભાજપાની
આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.!જય જય ગરવી ગુજરાત.
— Paresh Dhanani (@paresh_dhanani) February 2, 2019
ઉલ્લેખનીય છે કે, ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે શનિવારે પોતાના ધારાસભ્ય પદ ઉપર રાજીનામું આપ્યું હતું. અને ત્યારબાદ કેન્દ્ર સરકારે સવર્ણોને આપેલી 10 ટકા ઓબીસીની સાથે નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.