નવસારીના બીલીમોરામાં જૂની 3.50 કરોડની ચલણી નોટો સાથે એલસીબી ટીમે 4ને ઝડપ્યા.
નવસારી માં બીલીમોરા પાસે ઉંડાચ ગામ નજીકથી કારમાં 3.50 કરોડની કિંમતની જૂની ચલણી નોટ સાથે ચાર ઝડપાયા હતા. નવસારીમાં એલસીબી પીઆઇ ગૌસ્વામી તથા તેમની ટીમ બીલીમોરા
વિસ્તારમાં રાત્રે 11.30 કલાકે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એક કાર નંબર (MH 04 K 8398 )માં જૂની ચલણી નોટ લઈને ચારેક જણા પસાર થઈ રહ્યા છે તેવી પોલીસને મળેલી બાતમીના
આધારે આ કારની તપાસ કરતા તેમાંથી રદ્દ જૂની ચલણી નોટ રૂપિયા 2,16,50,000ની 500ના દરની 43,400 અને 1,34,32,000ની કિંમતની 1000ના દરની 13,432 મળી કુલ રૂ. 3,50,82,000ની
કિંમતની નોટ મળી હતી.પોલીસે કારનો અને રદ્દ થયેલી જૂની ચલણી નોટનો કબજો લઇ કારમાં જૂની ચલણી નોટની હેરાફેરી કરનાર જીતેન્દ્ર પાણીગ્રહી, મહમદ મોબીન(મુંબઈ), ફકીર
મોટરવાલા(જલાલપોર) અને અલતાફ શેખ(વલસાડ)ની પોલીસે આરોપીઓની ધરપકડ કરી નોટ ક્યાથી લાવ્યા હતા? અને કોને આપવાના હતા. આ રેકેટને શોધવા માટે આગળની કાર્યવાહી હાથ
ધરી હતી.નોટબંધી બાદ જુની ચલણી નોટો મોટી સંખ્યામાં રાખવીએ પણ નાણામંત્રાલયે ગુનાહિત કૃત્ય જાહેર કર્યુ છે. જૂની 500 અને 1 હજારની નોટો બદલવા માટે સમય આપવામા આવ્યો હતો એ
પુર્ણ થઈ ગયો છે અને 2 વર્ષ જેટલો સમય વીતી ગયા છતા પણ પ્રતિબંધિત ગણાતી જૂની 500 અને1 હજારની નોટો પકડવાના કિસ્સાઓ હજુ બની રહ્યા છે.