ગુજરાત માદયમિક શિક્ષણ બોર્ડ ની મહત્વ ની બેઠક યોજાઇ જેમાં 17 થી વધારે મુદ્દાઓ પર ચર્ચા કરાઈ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની મહત્વ ની બેઠક યોજાઈ જેમાં 17 થી વધારે મુદ્દા ની ચર્ચાઓ થઈ અને બોર્ડ કર્મચારી ના વેતન ભથ્થા ,સ્કૂલો ની મંજૂરી, વધારે કલાસ ની ફાળવણી જેવા મહત્વ ના
મુદ્દા પણ ચર્ચા કરવામાં આવ્યા જ્યાં સમગ્ર બેઠક પૂર્ણ થયા બાદ માદયમિક શિક્ષણ બોર્ડ ના ચેરમેન એ. જે. શાહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે બોર્ડ મેમ્બર નો પ્રસ્તાવ હતો કે હવે ધોરણ 10
માં ગણિત વિષય સહેલું પેપર બનાવવા માં આવશે. ત્યાં બોર્ડ ની અધ્યક્ષ કમિટી માં CBSCપ્રમાણે એને અમલ માં મૂકવું જોઈએ. પહેલા આ બાબત કમિટી માં ચર્ચા કર્યા બાદ સરકાર ને પણ
મોકલવામાં આવશે. આ બાબત નો સિદ્ધાંતિક સ્વીકાર કર્યો છે ત્યારે બાદ કમિટી માં આવશે.
https://www.youtube.com/watch?v=WPtBu-6Khfc&feature=youtu.be
ત્યારબાદ રાજ્ય સરકાર માં મોકલશે પછી જ સરકાર નિર્ણય કરશે. ઘણા સમય થી બોર્ડ ની પરીક્ષામાં
રોકાયેલા કર્મચારી ઓને ભથ્થા માં પણ સુધારો કરાયો છે અને આ સુધારો માન્ય રખાયો છે પહેલા 300 રૂપિયા ભથ્થુ આપતું હતું હવે 800 રૂપિયા આપશે. બોર્ડ ની પરીક્ષામાં જે સ્કૂલો માં કેન્દ્ર
અપાયા છે એમાં 60 હજાર વર્ગ ખંડ આવેલા છે CCTV હોવા ફરજીયાત છે જ્યાં બાકી રહ્યું છે ત્યાં પણ પરીક્ષા આવતા સુધી માં લગાવવામાં આવશે. 7 તારીખ થી શરૂ થતી પરીક્ષાની તૈયારીઓ
ની સરકાર ની મહત્વ ની બેઠક યોજાઇ જેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓની બેઠક વિડિયો કોંફરન્સ યોજાશે. આ વખત ની બોર્ડ ની પરીક્ષામાં 11:50 લાખ ધોરણ
10નાં વિધાર્થીઓ છે અને ધોરણ 12નાં સામાન્ય પ્રવાહ ના 5:50લાખ અને સાયન્સ પ્રવાહના 1 લાખ જેટલા વિધાર્થીઓ પરીક્ષા આપશે.