મોદી સરકારનું ઐતિહાસિક પગલું, લદ્દાખમાં ખુલશે પ્રથમ યુનિવર્સિટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મૂ-કાશ્મીરના લદ્દાખ ક્ષેત્રમાં પ્રથમ વિશ્વવિદ્યાલ્યની આધારશિલા રાખી. લદ્દાખમાં યૂનિવર્સિટી ઓફ લદ્દાખનો પાયો નાખ્યો, જે ક્ષેત્રની પ્રથમ યૂનિવર્સિટી હશે. જ્યારે જમ્મૂ કાશ્મીરની વાત કરીએ તો જમ્મૂ ક્ષેત્રમાં એક IIT અને એક IIMC સિવાય કુલ ચાર વિશ્વવિદ્યાલય છે, ત્યારે કાશ્મીર ખીણમાં ત્રણ વિશ્વવિદ્યાલય અને એક રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન(NIT) છે.
આ દરમિયાન PM મોદીએ શ્રીનગરમાં કોલેજના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હવે લદ્દાખની પાસે પ્રથમ ક્લસ્ટર વિશ્વવિદ્યાલય છે, જેનાથી લેહ, કારગિલ, નુબ્રા, જંસ્કર, દ્રાસ અને ખલતસીની ડિગ્રી કોલેજ સંલગ્ન છે.
તેમણે કહ્યું કે, વિશ્વવિદ્યાલયના પ્રશાસનિક કાર્યલાય હશે. જણાવી દઇએ કે, જમ્મૂ કાશ્મીર પ્રશાસને ગત 15 ડિસેમ્બરે લદ્દાખ ક્ષેત્રમાં પ્રથમ વિશ્વવિદ્યાલયની સ્થાપ્નાને મંજૂરી આપી હતી.