વેપાર

સરકારે આ 3 બેન્કોને મર્જ કરવા આપી મંજૂરી, જાણો આ છે કારણ

કેન્દ્રીય કેબિનેટે વિજયા બેંક, દેના બેંક અને બેંક ઑફ બરોડાના મર્જરને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ હવે પેપરવર્ક થશે, જે બાદ ત્રણ બેંકોનું મર્જર કરી દેવામાં આવશે. એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બાદ આ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. અગાઉ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં 6 બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી હતી. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2018માં વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડા સાથે મર્જરની ઘોષણા કરી હતી. જાણકારી મુજબ મોદી સરકાર બેંક ઑફ બરોડા, આઈડીબીઆઈ, ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ અને સેન્ટ્રલ બેંકના મર્જર પર વિચાર કરી રહી હતી, પરંતુ આજે ત્રણ બેંકોના મર્જર પર અંતિમ સહમતિ બની ગઈ છે.

કેબિનેટની મંજૂરી મળતાની સાથે જ બેંક ઑફ બરોડાએ બુધવારે વિજયા બેંક અને દેના બેંકનું ખુદની સાથે મર્જર માટે શેર્સની અદલા-બદલી ગુણોત્તરને અંતિમ રૂપ આપી દીધું છે. જે મુજબ વિજયા બેંકના શેરધારકોના પ્રત્યેક 1000 શેરને બદલે બેંક ઑફ બરોડાના 402 ઈક્વિટી શેર મળશે. જ્યારે દેના બેકના શેરધારકોને પ્રતિ 1000 શેરના બદલામાં બેંક ઑફ બરોડાના 110 શેર મળશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકરે એસબીઆઈની પાંચ સહાયક બેંક અને ભારતીય મહિલા બેંકને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં મર્જર કરી ચૂકી છે. સરકાર સરકારી બેંકોને સતત વધતા એનપીએને ઘટાડવા માટે સરકાર બેંકોના એકીકરણની કોશિશમાં લાગી છે. હાલના સમયમાં દેશની બેંકિંગ વ્યવસ્થાનો કુલ એનપીએ 10 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ચૂક્યો છે, જેને ઓછો કરવાની કેન્દ્ર સરકાર કોશિશ કરી રહી છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button