એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો ની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓ ની કમિટી ની રચના
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં એસટી કર્મચારીઓ અને પા્થમિક શિક્ષકોના ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવા માટે 3 મંત્રીઓની કમિટીની નિમણૂક કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, કૃષિ મંત્રી આર સી ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ કમિટી આંદોલનકારી કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે.પ્રજાનાવર્ગોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ચર્ચા વિચારણા કરીને સમસ્યાઓનુ નિરાકરણ લાવશે. મુખ્યમંત્રી એ કર્મચારી મંડળો ને પણ અનુરોધ કર્યો છે કે સરકારે ભૂતકાળમાં અને હાલ પણ વાતચીતો કરીને સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી જ છે ત્યારે આંદોલકારી કર્મચારીઓ આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી આગળ આવે અને આંદોલનકારી કર્મચારીઓ પણ પ્રજાને તેમના આંદોલનથી પડી રહેલી મુશ્કેલી દૂર થાય અને સમાજનું વ્યાપક હિત જળવાય રહે તે હેતુથી આંદોલન પાછું ખેંચે અને પ્રજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ વિજય ભાઈ રૂપાણી દ્રારા કરવામાં આવી છે.