ગુજરાતમાં દોડનારી મેટ્રોનો ફર્સ્ટ લુક, આ તારીખે થશે પહેલી ટ્રાયલ રન
ટ્રાયલ રનને લઈને MEGA એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જમીનની નીચે પણ ટનલ બનાવવામાં આવી છે
મેટ્રો ટ્રેનના ચાર કોચ જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાથી દરિયાઈ માર્ગેથી આ મેટ્રો ટ્રેનના કોચ લાવવામાં આવ્યાં હતા. જેને લઈને મેગા કંપનીના અધિકારીઓ પણ મુન્દ્રામાં હાજર રહ્યા હતા. આવતીકાલે સાંજ સુધી આ કોચ અમદાવાદ પહોંચી જશે અને 15 તારીખે તેની પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે. કુલ 6 કિલોમીટરનો આ ટ્રાયલ રન હશે.
આ ટ્રાયલ રનને લઈને MEGA એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જમીનની નીચે પણ ટનલ બનાવવામાં આવી છે. ત્યારે મેટ્રો મામલે MEGA કંપનીના અધિકારી આઈ.પી.ગૌતમે પત્રકાર પરિષદ સંબોધીને તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલે સાંજ સુધી કોચ અમદાવાદ આવી જશે, જેના બાદ 15 તારીખ બાદ પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે.