બ્યુટી

પગને બનાવવા છે સુંદર છે તો ફોલો કરો આ સહેલા ઘરગથ્થુ ઉપાય

કોઇ પણ વાતાવરણની સૌથી ખરાબ અસર તમારા પગ પર પડે છે જેમાં એડિ શુષ્ક અને ફાટવા લાગે છે. જેને જોઈને મન ઉદાસ થઈ જાય છે. આ સાથે પગ ખરબચડા થવા, ચામડી કઠણ થઈ જવી અને એડી ફાટવી આ મોસમની સામાન્ય પરેશાનીઓ છે. આ શુષ્કતાથી બચવા માટે તમારે ખાસ સાવચેતી રાખવી પડશે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું જેને તમે રોજ અપનાવીને તમે તમારા પગની સારી દેખરેખ કરી શકશો.

– પગની સફાઈ કરવાથી તે ઈન્ફેક્શનથી બચેલા રહેશે. તેથી તમારા પગને રોજ ગરમ પાણીથી ધોવા જોઈએ. અંગૂઠાના નખનું વિશેષ ધ્યાન રાખો કારણકે ગંદકી સહેલાઈથી તેમાં ફસાઇ જાય છે.

– દરરોજ સ્ક્રબની મદદથી તમારા પગને સાફ કરવા જોઈએ. જેનાથી તેની ડેડ સ્ક્રિન નીકળી જશે અને બ્લડ સર્ક્યુલેશન બની રહેશે. આનાથી તમારા પગ મુલાયમ અને ચોખ્ખા કાયમ રહેશે.

– ઠંડી હોય કે ગરમી તમારે તમારા અંગૂઠાના નખને સાફ કરવા જ જોઈએ. ગરમ પાણીમાં થોડુ મીઠુ નાખો અને તેમાં પગને થોડીવાર માટે પલાળી રાખો અને પછી સ્ક્રબ કરો. તેનાથી બધી ગંદકી સાફ થશે અને પગ એકદમ સોફ્ટ બનશે.

– શુષ્કતાથી પગને બચાવવા માટે મોજા જરૂર પહેરો. પહેલા પગ પર લોશન લગાવો અને પછી મોજા પહેરો. જેનાથી તમારા પગ ફાટશે નહિં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button