ગુજરાત
લો બોલો.. ડ્રાઇવરે સીટ પાસેની ડેકીમાં છુપાવ્યો હતો દારૂ, કરાઇ ધરપકડ
રાજ્યમાં દારૂબંધી હોવા છતા પણ અવારનવાર દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર-મોરબીની એસટી બસમાં દારૂની હેરફેર કરનાર બસ ડ્રાઈવરની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. બસના ડ્રાઈવરે તેની સીટ પાસેની ડેકીમાં લોક એન્ડ કીમાં દારૂ છુપાવ્યો હતો.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે સાણંદના તેલાવ પાસે બસને રોકી હતી. ડ્રાઈવર સીટ પાસે લોક એન્ડ કીમાં તપાસ કરતાં 23 દારૂની બોટલ અને 24 બિયરના ટીન મળી આવ્યા હતા. બસ ડ્રાઈવર પાદરિયા છતરાભાઈની અટકાયત કરી પૂછપરછ કરતા છોટાઉદેપુરના ગુલસિંહ રાઠવાએ હળવદના કડીપાણા ગામે એક વ્યક્તિને આપવા કહ્યું હતું. જે માટે તેને 1000 રૂપિયા ટીપ આપી હતી.