દેશવિદેશ

સવર્ણ આરક્ષણ બાદ OBC આરક્ષણને 54% કરવાની માંગ

મોદી સરકારે સવર્ણ જાતિઓના ગરીબ લોકોને 10 ટકા અનામત આપવાનો ખરડો બુધવારે રાજ્યસભામાં રજૂ કરાયો. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ ખરડાની ચર્ચા દરમિયાન વિપક્ષે માંગ કરી કે બંધારણ સંશોધન ખરડાને સિલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવે. જેને લઇને વિપક્ષે કહ્યું કે અમે બિલના વિરૂદ્ધમાં નથી પરંતુ તેને જે રીતે રજૂ કરાયું તેના વિરૂદ્ધમાં છીએ. સરકારે કહ્યું કે વિપક્ષ જાણી જોઈને ખરડો પસાર કરવાના માર્ગમાં વિઘ્નો નાંખે છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટીની માગ છે કે OBCને પણ 54% કોટા આપવામાં આવે.

બીજેપીના સભ્ય પ્રભાત ઝાએ કહ્યું કે- મંડલ કમીશનના રિપોર્ટમાં કહેવાયું હતું કે સામાન્ય વર્ગમાં ગરીબો માટે અનામતની વ્યવસ્થા હોય. તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હારાવ પણ આવું જ ઈચ્છતા હતા. માત્ર નરેન્દ્ર મોદીએ તેને પૂરું કર્યું. દરેક રાજકીય પક્ષે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે સામાન્ય વર્ગના ગરીબો માટે તેઓ અનામત આપશે. પરંતુ તેને માત્ર મોદી સરકારે જ પૂરું કર્યું. આપણે વિકાસ માટે સાથે ઊભું રહેવું જોઈએ.

તે સિવાય કોંગ્રેસ સભ્ય આનંદ શર્માએ કહ્યું- તમે રાજકારણ માટે ટ્રિપલ તલાક બિલ લાવ્યાં, મુસ્લિમ મહિલાઓની વાત કરી. પરંતુ બીજી મહિલાઓનું શું થશે? જો તમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી ન હાર્યા હોત તો આ સવર્ણ અનામત ખરડો ક્યારેય ન લાવત. જ્યારે તમે જીતી ન શક્યા તો તમે આ અંગે વિચાર્યું. ભાજપને હવે થયું કે થોડીક ભૂલ કરી રહ્યાં છીએ. કેટલાં લોકો 8 લાખથી વધુ કમાય છે? સાચું એ છે કે લોકોની પાસે રોજગાર જ નથી. લોકોનો રોજગાર ઝુંટવામાં આવી રહ્યાં છે. અમે બિલનો વિરોધ નથી કરતા, કેમકે અમે પણ આ મુદ્દાનું સમર્થન કરીએ છીએ.

સપાના રામગોપાલ યાદવે કહ્યું કે, તેમની પાર્ટી આ બિલનું સમર્થન કરે છે. પરંતુ સરકાર આ બિલ ગમે ત્યારે લાવી શકતી હતી પરંતુ સરકારનું લક્ષ્ય આર્થિક રીતે ગરીબ સવર્ણોને મદદ કરવાનું નહીં પરંતુ લોકસભાની 2019ની ચૂંટણી છે. જો તેમના દિલમાં ઈમાનદારી હોત તો તેઓ 2-3 વર્ષ પહેલાં જ આ બિલ લઈ આવી હોત. યાદવે કહ્યું કે, આ બિલ સુપ્રીમ કોર્ટની અગ્રણી બેન્ચ વિરુદ્ધ છે અને કોર્ટ તેને અપહોલ્ડ પણ કરી શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, નોકરીઓ છે જ નહીં તે સમયે અનામત આપવી પણ દગાખોરી છે. યાદવે કહ્યું કે, સરકારે ખાનગી ક્ષેત્રે અનામતની જોગવાઈ કરવી જોઈએ કારણકે સરકારી ક્ષેત્રે તો કોન્ટ્રાક્ટથી કામ થાય છે. નોકરીઓ સતત ઘટી રહી છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button