કેવડિયામાં બનશે દેશનું પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા આજે સવારે 10:30 વાગ્યે કેવડિયાની પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વેલી ઓફ ફ્લાવર ખાતે આગમન અને પીપળાના વૃક્ષનું વાવેતર કર્યું હતું.
આ ઉપરાંત પ્રાથના સભામાં પણ જોડાયા હતા. ત્યારબાદ સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ કરી હતી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી નિહાળી હતી. રાષ્ટ્રપતિએ 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું આજે ખાતમુર્હુત કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. આજે સવારે વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતુ. આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ, વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર, ક્લેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
– રેલવે સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવાશે
– સ્ટેશન માસ્ટરની ઓફિસ, પ્રવાસીઓ માટે સામાન્ય પ્રતિક્ષા કક્ષ, વીવીઆઈપી પ્રતિક્ષા કક્ષ, વિદેશી પ્રવાસીઓ માટે લોન્જ બનાવવામાં આવશે