સમગ્ર ઉત્તર ભારતમાં 3 જાન્યુઆરી સુધી યથાવત રહેશે ઠંડી
એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની લહેર ચાલુ છે. હળવો તાપ રહેતાં દિવસભર પણ લોકોને ઠંડક અનુભવાઈ છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ ૨૯ અને ૩૦ ડિસેમ્બરે દિલ્હીનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી જઈ શકે છે.
હવામાન વિભાગનું અનુમાન સાચુ રહ્યું તો છેલ્લા ઘણા વર્ષનો રેકોર્ડ તૂટી જશે. વર્ષના અંત સુધી ઠંડીનો પ્રકોપ આ જ રીતે ચાલુ રહેશે. ૩ જાન્યુઆરી સુધી કાપતી ઠંડીથી રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી. હવામાન વિભાગે જણાવ્યું કે ૩ જાન્યુઆરી સુધી આ પ્રકારે ઠંડી હવા રહે તેવી શક્યતાઓ છે.
૨૯ અને ૩૦ ડિસેમ્બર તેમજ બે અને ત્રણ જાન્યુઆરીએ ધુમ્મસ છવાયેલું રહે તેવી પણ શક્યતાઓ છે. આજે કેટલીક જગ્યાઓ પર ઠંડા પવન રહેશે. ત્રણ જાન્યુઆરી સુધી દિલ્હીનું ન્યૂનતમ તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે.
સ્કાઈમેટના હવામાનશાસ્ત્રી મહેશ કલાવતે જણાવ્યું હતું કે પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તરમાંથી ઠંડી હવા દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આવી રહી છે. આ કારણે ગઈ કાલે તાપમાન ખૂબ જ ઘટી ગયું હતું. આ રીતે હવામાનની ગતિવિધિઓ નવા વર્ષના શરૂઆતો સુધી ચાલુ રહેશે.