ઘરમાં ન રાખવો ગોળાકાર અરીસો, જાણી લો તેના ખાસ નિયમો
અરીસો દરેકના ઘરમાં હોય છે. સવારમાં અરીસામાં જોઈને જ સાજ શણગાર થતો હોય છે. બહાર જવાનું હોય તો અરીસો જોવાનું આપણે ચુકતાં નથી. એટલે કે અરીસો આપણા જીવનનો અમુલ્ય ભાગ છે. કેટલીક યુવતીઓ તો પર્સમાં પણ નાનો અરીસો રાખતી હોય છે. પરંતુ ચહેરાની સુંદરતા દેખાડતો અરીસો ક્યારેય નસીબ ખરાબ પણ કરી દે છે.
અરીસો સકારાત્મક અને નકારાત્મક ઊર્જામાં ફરક નથી કરતો. તેની સામે જેવી ઊર્જા આવે છે તેવી જ તે પરત ફેંકે છે. એટલા માટે જ વાસ્તુમાં અરીસાનું ખાસ મહત્વ દર્શાવાયું છે. અરીસાને ઘરમાં રાખવાના કેટલાક નિયમોનું જો ઉલ્લંઘન કરવામાં આવે તો તંદુરસ્તી, આર્થિક સ્થિતી, પ્રગતિ બધી જ વસ્તુઓ બાધિત થઈ જાય છે. એટલા માટે જ અરીસાનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી જોઈએ.
– બેડરૂમમાં અરીસો એવી રીતે ન રાખો કે સવારે ઊઠો એટલે સૌથી પહેલા તેમાં દર્પણ દેખાય. એટલે કે અરીસો બેડની સામે ન હોવો જોઈએ. શક્ય હોય તો બેડરૂમમાં અરીસો રાખવો જ નહીં.
– અરીસાનો થોડો ભાગ પણ તુટે તો તેને ઘરમાંથી દૂર કરી દો. આવા અરીસામાં ક્યારેય મોં ન જોવું જેમાં તડ પડી હોય.
– ઘરમાં અરીસો ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અરીસો નુકસાનકારક સાબિત થાય છે.
– ઘરમાં ક્યારેય ગોળાકાર અરીસો ન લગાવવો. તેમજ તેના પર ક્યારેય ધૂળ જામેલી ન રહેવા દેવી.