સૌથી સસ્તુ 32 ઇંચ એન્ડ્રોયડ સ્માર્ટ ટીવી લોન્ચ, કીંમત માત્ર આટલી જ
સેમી ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ(Samy Informatics Pvt. LTD)એ દુનિયાનું સૌથી સસ્તુ એન્ડ્રોઈડ ટીવી લોન્ચ કર્યું છે. આ ટીવીને Samy Android TV એવું નામ આપવામાં આવ્યું છે. જેની કિંમત પણ માત્ર રૂપિયા 4999 રાખવામાં આવી છે. જેમાં 32 ઈંચની ડિસ્પ્લે સ્ક્રિન મળી રહેશે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે મોંઘા ટીવીના તમામ ફીચર્સ આ ટીવીમાં આપવામાં આવ્યા છે. સ્ક્રીન મિરર અને વાઈફાઈ જેવા એડવાન્સ ફીચર્સ પણ ટીવીમાં એડ કરવામાં આવ્યા છે.
દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટ ટીવી ઉપર કંપની 3 વર્ષની વોરંટી પણ આપી રહી છે. આ ટીવીની ખાસિયત એ છે કે તેના મોટાભાગનાં સ્પેરપાર્ટસ ભારતમાં જ બન્યા છે. અને મેક ઈન ઈન્ડિયા તથા સ્ટાર્ટ અપ ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ ટીવીમાં ફેસબુક, યુ ટ્યૂબ જેવી એપ્લિકેશન પહેલેથી જ ઈન્સ્ટોલ હશે. ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ અન્ય એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરી શકાશે.
એન્ડ્રોઈડ ટીવીના લોન્ચિંગ સમયે સેમી ઈન્ફોર્મેટિકનાં ડાયરેક્ટર અવિનાશ મહેતાએ કહ્યું કે, ટીવીમાં વાઈફાઈ, હોટસ્પોટ સાથે સાઉ્ડ બ્લાસ્ટર ફીચર પણ આપ્યું છે. જે ટેક્નોલોજીથી સાઉન્ડ ક્વોલિટીને ઈમ્પ્રુવ કરી શકાય છે. ટીવીમાં 2HDMI પોટ અને 2 USB પોટ પણ આપેલા છે. આ ટીવીમાં ગેમ પણ રમી શકાશે. આ ટીવીને કંપનીના SAMY એપ મારફતે ખરીદી શકાશે. તેના માટે સૌ પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે. સાથો સાથ આ ટીવી ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને આન્ધ્ર પ્રદેશમાં ઓફલાઈન ખરીદી પણ કરી શકાશે. ટીવીની ખરીદી કરવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે.