LRDની પરીક્ષાના ઉમેદવારોની બસના ડ્રાઇવરે કર્યું એવું કે, જાણીને આવશે ગુસ્સો
રાજ્યમાં આઠ લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી અને અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં અરવલ્લી જિલ્લામાં પરીક્ષાના ઉમેદવારોને લઇ જતી એસ.ટી. ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો તો બીજી તરફ બાયડ નજીક બાઇક વૃક્ષ સાથે અથડાતા એક ઉમેદવારનું મોત થયુ છે.
મળતી માહિતી મુજબ મોડાસા-ગાંધીનગર એસટી બસમાં 50 જેટલા લોકરક્ષક દળની પરીક્ષાના ઉમેદવારો સવાર હતા. આ દરમિયાન ઉમેદવારોને શંકા ગઇ હતી કે ડ્રાયવરે દારૂ પીધોલો છે. જેથી ઉમેદવારોએ ધનસુપા નજીક હોબાળો મચાવી બસ ઉભી રખાવી ડેપો મેનેજર અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી ડ્રાઇવર લાલસિંહ જાડેજાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ડ્રાઇવર લાલસિંહે કબ્લ્યુ હતું કે તેણે થોડો દારુ પીધો છે.
તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ બસ ખોટવાઇ જવાની ઘટના ઘટી હતી. જેમાં લીમડી હાઇવે નજીક બસ ટેકનિકલ ખામીના કારણે બગડતા તત્કાલીક બીજી બસ બોલાવી વિદ્યાર્થીઓને તેમના ગંતવ્ય સુધી પહોંચાડ્યા હતા. હિંમતનગર સ્ટેટ હાઇવે પર પણ ટ્રાફિકજામ થતાં પરીક્ષાર્થીઓ થોડો સમય અટવાયા હતા.જ્યારે લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતા એક ઉમેદવારની બાઇક બાયડના સરસોલી નજીક વૃક્ષ સાથે અથડાતા એક યુવકનું મોત થયું હતું.