GTU ના વિદ્યાર્થીઓ માટે રૂ. આઠ કરોડના ખર્ચે બનેલી બોયઝ હોસ્ટેલનો શુભારંભ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વિદ્યાર્થીઓ માટે રૂ. આઠ કરોડના ખર્ચે તૈયાર થયેલી બોઈઝ હોસ્ટેલનો શુભારંભ કરવામાં આવ્યો છે.નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીશ્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે હોસ્ટેલનું 15મી જાન્યુઆરીના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી નીતિનભાઈએ એવું જાહેર કર્યું હતું કે ગાંધીનગરમાં જીટીયુનું વિશાળ અને ભવ્ય સંકુલ આકાર પામશે. સીધા ટોચપર પહોંચાતું નથી. કોઈપણ મોટી સંસ્થા માટે માટે એક દાયકો શરૂઆતનો તબક્કો ગણાતો હોય છે, જ્યારે પછીનો દાયકો હરણફાળ ભરવાનો હોય છે.
જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં શરૂ કરાયેલી ત્રણ માળની બોઈઝ હોસ્ટેલમાં કુલ 72 રૂમો છે અને તેમાં 144 વિદ્યાર્થીઓ રહી શકે એવી 3500 ચોરસ ફૂટ બાંધકામમાં વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્ટેલમાં ઑફિસ-રૂમ, વોર્ડનક્વાર્ટર, કેન્ટીન અને કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. બિલ્ડીંગનું બાંધકામ ભુકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચરલ ડિઝાઈન ધરાવતું બનાવવામાં આવ્યું છે. હોસ્ટેલ બિલ્ડીંગ માટે અલગથી બોરવેલ અને પાણીના સંગ્રહ માટેઅન્ડરગ્રાઉન્ડ ટાંકીની સુવિધા કરવામાં આવી છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ભોંયતળિયે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
સમારોહને સંબોધતા શ્રી નીતિનભાઈએ કહ્યું હતું કે ગુજરાતમાં ઔદ્યોગિકરણ વધી રહ્યું છે ત્યારે ટેકનિકલ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં વિપુલ તકોનું નિર્માણ થશે. જીટીયુ દેશસેવા માટે ઉપયોગી બને એ રીતેવિદ્યાર્થીઓને કૌશલ્યો વડે સુસજ્જ કરવાનો વ્યૂહ અપનાવે એવી અપેક્ષા છે. જીટીયુનું વટવૃક્ષ આખા ગુજરાતમાં ફેલાયેલું છે. સમારોહમાં જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્યો – શ્રી અમિત ઠાકર અને શ્રી જનક ખાંડવાલાતેમજ રોડ અને બ્રિજ ખાતાના વરિષ્ઠ અધિકારી શ્રી ડી.આર.શાહ અને વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકગણ તથા જીટીયુ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સમારોહની શરૂઆતમાં જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ.ડી. પંચાલેબધાનું સ્વાગત કર્યું હતું.
શ્રી ચુડાસમાએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સખત પરિશ્રમ અને મહેનત કરવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે સમય એકવાર જતો રહે પછી પાછો આવતો નથી. ભલે તમે મોજમસ્તી કરો, પણ પ્રાયોરિટીશિક્ષણને જ આપો. ફરજો વાવો તો અધિકારો તમને મળશે, મળશે અને મળશે જ. તમારી હરિફાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે છે. એટલા માટે જ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે દેશનું ઉજ્જવળ ભવિષ્ય ઘડે એવા યુવાનોમારે તૈયાર કરવા છે. સરકાર રેગીંગ જેવી બાબતોમાં કડક વલણ અપનાવી રહી છે અને અપનાવશે. આપણે શિસ્તબદ્ધ, વિવેકી અને સંસ્કારી યુવાપેઢી તૈયાર કરવાની છે. વ્યવહાર, વાણી અને વર્તનમાં અલગ તરી આવે એવાયુવક-યુવતીઓ તૈયાર થાય અને તેઓ જીટીયુનું નામ રોશન કરે એવી આશા છે. 21મી સદી ભારતની સદી હતી હવે પછીની સદી આધુનિક ટેક્નોલોજીની સદી બની રહેશે. તે બાબતને ધ્યાનમાં રાખીને આપણા વડા પ્રધાનેસ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા, ન્યૂ ઈન્ડિયા અને મેરા દેશ બદલ રહા હૈ જેવા સૂત્રો સમજીવિચારીને આપ્યા છે. રાજ્ય સરકારે ઈનોવેશનને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ અપની પ્રવૃત્તિઓ હાથ ધરી છે.સમસ્યાઓનું સગવડતા સાથે સમાધાન એટલે સ્ટાર્ટ અપ. તેના પ્રોત્સાહન માટે સરકાર કટિબદ્ધ છે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે સમારોહને સંબોધતા કહ્યું હતું કે જીટીયુને યુજીસી ગ્રાન્ટ મેળવવા 12-બી સર્ટીફિકેટ માટે આવશ્યક જમીનની ફાળવણીની દરખાસ્ત ધરાવતી ફાઈલ નીતિનભાઈએ એક જદિવસમાં સહિ કરીને મહેસૂલ ખાતાને મોકલી દીધી એ બદલ જીટીયુ તેમની આભારી છે. ગાંધીનગરમાં ફાળવવામાં આવનારી જમીન પર શૈક્ષણિક બ્લોક તો બનશે જ, તે ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલ અને હાઈ-ટેક રિસર્ચ લેબ પણબનાવવામાં આવશે. એઆઈસીટીઈ તરફથી જીટીયુની સ્ટાર્ટ અપ પોલિસીને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવી છે. ડિઝાઈન ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપવા કેન્દ્ર સરકારે રૂ. દસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. તે સિવાય નીતિ આયોગતરફથી પણ બાયોટેક્નોલોજી ઈન્કયુબેશન સેન્ટરની રચના કરવા રૂ. દસ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે