વેપાર
આ બેન્કે નવા વર્ષમાં ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, વધારી દીધો MCLR રેટ
સરકારી બેન્ક દેના બેન્કે (Dena Bank) MCLRવધારી દીધો છે. બેંન્કના આ નિર્ણયથી હોમ, ઓટો અને પર્સનલ લોનની ઈએમઆઈમાં વધારો થશે. દેના બેંકે MCLRના દરોમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. આપને જણાવી દઈએ કે MCLR એ દર છે જેના પર કોઈ બેન્ક પાસેથી મળનાર વ્યાજના દર નક્કી થાય છે. આનાથી ઓછા દર દેશની કોઈ બેન્ક લોન નથી આઅપતી. સામાન્ય ભાષામાં આ આધાર દર હોય છે.
Marginal Cost of funds based Lending rate. આમાં બેન્ક પોતાના ફન્ડના દરને લોનના દર નક્કી કરે છે. જે બેન્ચમાર્ક દર હોય છે. તેના વધવાથી તમારી બેન્કમાં તમામ લોન મોંઘી થઈ જશે.
MCLR વધવાથી સામાન્ય માણસને સૌથી વધુ નુકશાન થાય છે. તેની હાલ લીધેલ લોન મોંઘી થાય છે. પહેલાની સરખામણીએ વધારે વ્યાજ ચુકવવુ પડે છે. MCLR ઘટેતો વ્યાજ દરમા ઘટાડો થાય છે.