દેશવિદેશ

પથ્થરબાજોને સેનાની અંતિમ ચેતાવણી, આતંકીઓનો મદદ કરનારને નહીં છોડીએ

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આંતકી હુમલા અને ત્યારબાદ થયેલા એન્કાઉન્ટર બાદ આજે સુરક્ષાદળોએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં ર્કોર્પ્સનાં લેફ્ટિનેંટ કર્નલ જનરલ કેજીએલ ઢિલ્લનને જણાવ્યું કે, સુરક્ષાબળોએ 100 કલાકની અંદર અંદર પુલવામા હુમલાનાં માસ્ટરમાઈન્ડ કામરાનને ઠાર માર્યો હતો. સાથે જ તેમણે આ કોન્ફરન્સમાં ઘાટીનાં પથ્થરબાજોને પણ ચેતવણી આપી હતી.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનના કાફલા પર આતંકી હુમલા અને એનકાઉન્ટરને લઇ મંગળવારના રોજ ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુકત પત્રકાર પરિષદ કરી. આ દરમ્યાન લેફ્ટિનેંટ જનરલના જે.એસ.ઢિલ્લન જીઓસી, 15મી કોરે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો. તેને પાકિસ્તાનથી ઓપરેટ કરાયું.

 

પ્રેસ કોન્ફરન્સમાં CRPF, જમ્મુ-કાશ્મીર પોલીસનાં વડા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં ચિનાર કોર્પ્સનાં જનરલ કેજીએસ ઢિલ્લને કહ્યું કે અમે લોકો છેલ્લા ઘણા સમયથી જૈશએ મોહમ્મદનાં આંતકીઓ પર બાજનજર રાખીને બેઠા હતા. લેફ્ટિનેંટ જનરલ ઢિલ્લને કહ્યું કે કાશ્મીરી સમાજમાં તમામ માતા સારો રોલ નિભાવી રહી છે. અમે તેમને અનુરોધ કરીએ છીએ કે તેઓ પોતાના આતંરની રાહ પર ચાલતા દીકરાઓને પાછા આવવા માટે કહે. તેમને સરેંડર કરવાનું કહે. નહીં તો જોઇ કોઇપણ હથિયાર સાથે પકડાશે તો તેઓ મરી જશે. તેમણે સખ્ત સંદેશ આપતા કહ્યું કે કાશ્મીરમાં જે બંદૂક ઉઠાવશે, મરી જશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેના અને આઇએસઆઇના ઇશારા પર પુલવામામાં હુમલો થયો. નાગરિકોના લીધે જ જવાનો વધુ શહીદ થાય છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button