1 ફેબ્રુઆરી અંતરિમ બજેટ રજૂ કરવાની સરકારે કરી જાહેરાત
સરકારે સ્પષ્ટ કર્યું છે કે 1 ફેબ્રુઆરીએ અંતરિમબજેટ 2019-20 રજૂ કરવામાં આવશે. આ યુપીએ સરકારનું છેલ્લું બજેટ હશે. નાણાં મંત્રાલયના પ્રવકતા ડીએસ મલિકે લેખિતમાં જણાવ્યું છે કે આ બજેટ અંતરિમબજેટ 2019-20 તરીકે ઓળખાશે. અને તેને લઈને કોઈ પણ સંશયની સ્થિતિ ન રહેવી જોઈએ. જોકે સવારે કોમર્સ મિનિસ્ટ્રીના અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ બજેટને સામાન્ય બજેટ માનવામાં આવે. બાદમાં એવા અહેવાલો આવ્યા કે મોદી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે.
અગાઉના વર્ષોમાં સતાધીશ પક્ષ દ્વારા ચૂંટણીના વર્ષમાં પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું નથી. જોકે સરકાર અંતરિમબજેટ રજૂ કરે છે. આ સિવાય લેખાનુદાન પણ રજૂ કરવામાં આવે છે. લેખાનુદાનમાં નવી સરકાર બનવા સુધીના સરકારી ખર્ચોને મંજૂરી આપવામાં આવે છે.
ચૂંટણીમાં જતા પહેલા જે રીતે મોદી સરકાર બજેટની તૈયારી કરી રહી હતી. તેને જોઈને લાગતું હતું કે સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. જોકે વિપક્ષ તેને અનકોનસ્ટિટ્યુશનલ ગણાવી રહી હતી. અત્યાર સુધીમાં સરકાર તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું કે આ બજેટ અંતરિમહશે કે પૂર્ણ. બુધવારે સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે કે 1 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી પીયૂષ ગોયલ અંતરિમબજેટ રજૂ કરશે. નાણાં મંત્રાલયના પ્રવકતા તરફથી યુપીએ સરકારના પૂર્વ નાણાં મંત્રી પી. ચિદંમ્બરમ દ્વારા આપવામાં આવેલા બજેટ ભાષણની નકલ પણ પત્રકારોને મોકલવામાં આવી.