આ 13 વર્ષના બાળકે કર્યું એવું કારનામું, જાણીને આંખો થઇ જશે પહોળી
તમને યાદ છે કે જ્યારે તમારી ઉંમર 9-10 વર્ષની હતી ત્યારે તમે શું કરતા હતા? ચોક્કસ તમારા ભાઈ-બહેનો સાથે લડાઈ કરતા હશો, માતા-પિતા પાસેથી પોકેટ મની વધારવા માટે જીદઅથવા મિત્રો સાથે રમવા માટે જીદ કરતા હશો. પોતાની કિશોરાવસ્થામાં માત્ર 13 વર્ષનું આ બાળક દુબઈમાં એક સોફ્ટવેર કંપનીનો માલિક બની ચૂક્યો છે. આ હોનહાર બાળકનું નામ આદિત્યન રાજેશ છે. આદિત્યન મૂળ રૂપે કેરળનો રહેવાસી છે. ત્યારે આવો જાણીએ આદિત્યન વિશેની કેટલીક રોચક વાતો.
આજથી 4 વર્ષ પહેલા આદિત્યને 9 વર્ષની ઉંમરમાં પોતાના કંટાળાને દૂર કરવા માટે એક મોબાઈલ એપ્લીકેશન બનાવી હતી. આદિત્યને એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે હું 9 વર્ષનો હતો ત્યારે કંટાળાને દૂર કરવા માટે પહેલીવાર મોબાઈલ એપ બનાવી હતી. ત્યારથી હું લોગો અને વેબસાઈટ ડિઝાઈન કરું છું. જણાવી દઈએ કે આજે આદિત્યનની કંપની વેબસાઈટ ડિઝાઈન કરી રહી છે.
દુબઈના એક અખબાર ખલી ટાઈમ્સની રિપોર્ટ મુજબ આદિત્યને માત્ર 5 વર્ષની ઉંમરે જ કમ્પ્યુટર્સનો ઉપયોગ કરવો શરૂ કરી દીધો હતો. ધીરે-ધીરે ટેક્નિકલ દુનિયામાં તેની દિલચસ્પી વધવા લાગી અને જોત જોતામાં આદિત્યન ટેક્નોલોજી મેજિશિયન બની ગયો. 13 વર્ષની ઉંમર સુધી આવતા આવતાં આ બાળકે પોતાની ટ્રિનેટ સોલ્યુશન્સ કંપનીની શરૂઆત કરી. કંપનીમાં ત્રણ કર્મચારી છે જેઓ આદિત્યનની ઉંમરના જ બાળકો છે, જેઓ આદિત્યનની સાથે ભણે છે અને આદિત્યનના મિત્રો છે.
આદિત્યને કહ્યું કે તેનો જન્મ કેરળના થિરુવિલ્લામાં થયો હતો પરંતુ તે પાંચ વર્ષનો હતો ત્યારે જ તેનો આખો પરિવાર દુબઈમાં શિફ્ટ થઈ ગયો હતો. આદિત્યને જણાવ્યું કે તેના પિતાએ એમને બાળકોને ટાઈપિંગ સીખવાની એક વેબસાઈટ દેખાડી હતી જેનું નામ બીબીસી ટાઈપિંગ હતું. જો કે 13 વર્ષની ઉંમરમાં આદિત્યને જાદુ તો કરી દેખાડ્યું પરંતુ કાયદાકીય રીતે પોતાની ટ્રિનેટનો માલિક બનવા માટે આદિત્યનની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ એટલે કે પાંચ વર્ષ બાદ આદિત્યન રાજેશ પોતાની કંપની પર માલિકાના હક હાંસલ કરી શકશે અને માલિક તરીકે કામ કરી શકશે. પોતાની કંપની અંગે ડિટેઈલ્સ આપતાં આદિત્યને કહ્યું કે હાલ તેમની કંપની 12થી વધુ કસ્ટમર્સ માટે કામ કરી રહી છે અને તેઓ તેમને પોતાની ડિઝાઈન અને કોડિંગ સર્વિસ ફ્રીમાં ઉપલબ્ધ કરાવી રહી છે.