
અમદાવાદ માં સાઉથ બોપલ ખાતે આવેલ ઠક્કર બ્રધર્સ એકેડેમી ઓફ મ્યુઝિક નામ થી નિશાંત ઠક્કર અને જૈનિલ ઠક્કર ના સંચાલન હેઠળ ચાલી રહેલ મ્યુઝિક એકેડેમી કે જેમાં અનુભવી શિક્ષકો દ્વારા વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાદન તથા ગાયન ની પદ્ધતિ સર ની તાલીમ આપવામાં આવે છે.
જણાવતા આનંદ થાય કે, ઠક્કર બ્રધર્સ એકેડેમી માં એક જ વર્ષ ના ટૂંકા સમયગાળા માં 100 એડમિશન પૂરા કરીને સફળતા તથા પ્રસિદ્ધિ મેળવેલ છે. આથી કરીને ઠક્કર બ્રધર્સ એકેડેમી ઓફ મ્યુઝિક સંગીત વિધાલય ને એક વર્ષ પૂર્ણ થવાની ખુશી માં પોતાના વિધાર્થીઓ ને પ્રોત્સાહન આપવા તેમજ તેમને મંચ પર ઉભા થવાની ઉજ્જવળ તક આપવા અને કલા ક્ષેત્રે તેમને આગળ વધારવા ભવ્ય સંગીત સમારોહ નું આયોજન ગુજરાતી સાહિત્ય પરિષદ ના ઓડિટોરિયમ ખાતે 28 જુલાઈ 2025 ના રોજ કરવામાં આવ્યું જેમાં 4 વર્ષ ની ઉંમર થી લઈને 65 વર્ષની ઉંમર સુધીના કુલ 75 થી વધુ વિધાર્થીઓ એ સ્ટેજ પર પ્રોફેશનલ ટીમ સાથે પર્ફોર્મ કર્યું.
