ભારતમાં લોન્ચ થયો Nokiaનો આ ફોન, જાણી લો તની કિંમત અને ફીચર્સ
એચએમડી ગ્લોબલે ભારતમાં Nokia 8.1 લોન્ચ કરી દીધો છે. Nokia 8.1ની કિંમત 26,999 રૂપિયા છે અને આનું વેચાણ ભારતમાં 21 ડિસેમ્બરે શરૂ થશે. ભારતમાં બ્લૂ/સિલ્વર અને આયરન/સ્ટીલ કલર વેરિએન્ટમાં મળશે. આને ઓનલાઈન અને ઓફલાઈન રિટેલર્સ પાસેથી ખરીદી શકાય છે. આના માટે પ્રી-બુકિંગ નોકિયાની વેબસાઈટ પર શરૂ થઈ ગઈ છે. કંપનીએ લોન્ચ ઓફર હેઠળ એરટેલ યૂઝર્સને 1TB ડેટા આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત એચડીએફસી બેંક કાર્ડ્સથી ખરીદી કરવા પર કેશબેક પણ આપવામાં આવશે.
Nokia 8.1ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આમાં 6.18 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપવામાં આવી છે. એસ્પેક્ટ રેશ્યો 18.7:9 છે અને સ્ક્રીન ટૂ બોડી રેશ્યો 86.5 ટકા છે. આના પર 2.5D કર્વ્ડ ગ્લાસ છે. પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામા આવ્યો છે. આ ડિવાઈસમાં ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામા આવ્યો છે. આની બોડી 6000 સિરીઝ એલ્યૂમિનિયમની બનેલી છે.
આ સ્માર્ટફોનની કિંમત 399 યૂરો (લગભગગ 31,912 રૂપિયા) છે. દૂબઈમાં આ 1,499 દિરહમમાં મળશે. કંપની અનુસાર સૌથી પહેલા આ મીડલ ઈસ્ટમાં મળશે. ભારતમાં પણ આ સ્માર્ટફોનને ટૂંક સમયમાંજ લોન્ચ કરવામાં આવશે.આ સ્માર્ટફોન બ્લૂ/સિલ્વર, સ્ટીલ/કોપર અને આયરન/સ્ટીલ ડ્યુઅલ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે.
Nokia 8.1માં Android 9.0 Pie (Android One) આપવામા આવ્યો છે. આ સ્માર્ટફોનની બોડી ટૂ ટોન ફિનિશની છે અને ક્લાસિક નોકિયા ડિઝાઈન મળશે.ફોટોગ્રાફી ડિપાર્ટમેન્ટની વાત કરવામા આવે તો Nokia 8.1માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યા છે. એક કેમેરો 12 મેગાપિક્સલનો છે. આમાં 1.4 માઈક્રોન પિક્સલ છે, ડ્યુલ ઓટોફોક્સ અને એપર્ચર f/1.8ની છે. બીજો કેમેરો 13 એમપીનો છે. સેલ્ફી માટે આમાં એક જ કેમેરો આપવામા આવ્યો છે જે 20 એમપીનો છે.
આ સ્માર્ટફોનમાં 3,500mAhની બેટરી આપવામા આવી છે અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ક્નેક્ટિવિટી માટે આમાં 4G VoLTE, WiFi, Bluetooth v5.0, GPS અને USB Type C પોર્ટ આપવામા આવ્યો છે. તે ઉપરાંત બધા જ સ્ટેન્ડર્ડ કનેક્ટિવિટી ફિચર્સ ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે, Nokia 8.1ની બેટરી 2 દિવસ સુધી બેકઅપ આપશે.