દેશવિદેશ

જાપાનનો પાસપોર્ટ દુનિયામાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ, ભારતનો પાસપોર્ટ 79માં ક્રમે

જાપાન સતત બીજા વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ટોચના સ્થાને રહ્યું છે. આ યાદીમાં ભારતના પાસપોર્ટનો ક્રમ 79મો છે. હેલની પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા વર્ષ 2019ના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી બહાર પાડવામાં આવી છે. આ સંસ્થા નિયત સમયાંતરે દરેક દેશના પ્રવાસ દસ્તાવેજની ક્યાં સુધી પહોંચ છે તેની ચકાસણી કરી છે. વર્ષ 2019માં પણ જાપાન ટોચના સ્થાને રહ્યું છે, કેમ કે તેના પાસપોર્ટના આધારે વિશ્વના 190 દેશનો પ્રવાસ ખેડી શકાય છે અને ત્યાં તમારે દસ્તાવેજની વધુ જરૂર પડતી નથી.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી(IATA) દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતીને આધારે તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વનાં 199 પાસપોર્ટ અને 227 પ્રવાસન સ્થળનો સમાવેશ કરવામાં આવે છે

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા દર વર્ષે વિશ્વના પાસપોર્ટની ક્ષમતા અંગે એક સૂચકઆંક બહાર પાડે છે. આ સૂચકઆંક એ આધારે બહાર પાડવામાં આવે છે કે, તમે એક પાસપોર્ટ પર કેટલા દેશનો પ્રવાસ કોઈ પણ જાતના વધારાના દસ્તાવેજ વગર કરી શકો છો. આ વર્ષે દક્ષિણ કોરિયાએ ઓક્ટોબર મહિનાના સૂચકઆંક બાદ એક પોઈન્ટનો આગળ વધીને સિંગાપોરની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. સિંગાપોર આ યાદીમાં બીજા સ્થાને છે. બીજા સ્થાને રહેલા સિંગાપોર અને દ.કોરિયાના પાસપોર્ટ પર 189 દેશનો પ્રવાસ કરી શકશે.

એશિયામાં ચીને સૌથી આગળ છે. ચીન વર્ષ 2017માં 85મા ક્રમે હતું, જે આ વર્ષે 20 ક્રમનો કૂદકો મારીને 69મા ક્રમે આવી ગયું છે. ભારતના પાસપોર્ટનો ક્રમ 79મો છે અને ભારતીય પાસપોર્ટ પર અત્યારે 61 દેશનો પ્રવાસ કરી શકાય છે. યુરોપિયન દેશોએ અત્યંત સુંદર પ્રદર્શન કર્યું છે, જેમાં યુરોપિયન સંઘના દેશોએ પણ ટોચના ત્રણ રાષ્ટ્રો પછી સ્થાન હાંસલ કર્યું છે. જોકે, યુનાઈટેડ કિંગડમ અને અમેરિકાના ક્રમમાં નુકસાન થયું છે. હેનલી એન્ડ પાર્ટનર્સ ગ્રૂપના ચેરમેન ક્રિશ્ચન કેલિન કે જેમણે આ પાસપોર્ટ સૂચકાંક તૈયાર કર્યો છે તેમણે જણાવ્યું કે, “વિશ્વના દેશો દ્વારા પોતાના દેશમાં પ્રવેશ માટેના દરવાજા ખુલ્લા મુકવાની નીતિનો સીધો ફાયદો વૈશ્વિક અર્થતંત્રને બિલિયન ડોલરમાં થયો છે. આ સાથે જ સમગ્ર વિશ્વમાં રોજગારની તકો પણ વધી છે.”

હેનલી એન્ડ પાર્ટનર્સની આ યાદી આર્થિક સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતા સૂચકઆંકમાંની એક છે, જેમાં તેમનાં દેશના નાગરિકોને પાસપોર્ટ પર કેટલા દેશના પ્રવાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે એ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી(IATA) દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતીને આધારે તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વનાં 199 પાસપોર્ટ અને 227 પ્રવાસન સ્થળનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ દેશની વિઝા નીતિમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે હેનલી પાસપોર્ટ સૂચકાંકને તાત્કાલિક ધોરણે અપડેટ કરવામાં આવતો રહે છે. એટલે કે, વિશ્વનાં દેશોની વિઝા નીતિ તેમના પાસપોર્ટની શક્તીને દર્શાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button