ટીમ ઇન્ડિયા પહોંચી ન્યુઝીલેન્ડ, ઓકલેન્ડ એરપોર્ટ પર વિરાટ સાથે મળી અનુષ્કા
ટીમ ઇન્ડિયા તેમની ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિ્ક જીત પછી ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ અહીં 23 જાન્યુઆરીથી પાંચ મેચોની વન ડે સિરીઝ રમવાની છે. ટીમ ઇન્ડિયા સાથે કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ પહોંચી ગઈ છે.
Hello #TeamIndia. Auckland welcomes you #NZvIND ✈️???????????????????? pic.twitter.com/8ER80bKS5b
— BCCI (@BCCI) January 20, 2019
ટીમ ઇન્ડિયા ઓકલેન્ડથી નેપિયર માટે રવાના થશે અને અહીં બુધવારે સિરીઝની પહેલી વન ડે રમશે. ટીમ ઇન્ડિયા માટે આ પ્રવાસ સહેલો નહીં હોય કારણ કે ભારત માટે વધારે આકરા પડકારો ઉભા થશે. નોંધનીય છે કે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયામાં ભારતને પહેલીવાર ટેસ્ટ અને દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતાડવાની સિદ્ધિ મળી છે.
વિરાટે હાલમાં મેલબર્નમાં પત્ની અનુષ્કા સાથે ઓસ્ટ્રેલિયન ઓપન સ્ટાર રોજર ફેડરર સાથે મુલાકાત કરી છે. વિરાટે આ મુલાકાતની તસવીર શેયર કરી જે વાઇરલ થઈ ગઈ છે.