Gujarat
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હજુ જેલમાં જ રહેવું પડશે, ચાર્જશીટ ફાઇલ ન થતાં જામીન અરજી પર મુદ્દત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી જેલમાં જ રહેવું પડશે. વાત જાણે એમ છે કે, તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જામીન અરજી કરી હતી. જે મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે આગામી સુનાવણી સુધી પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે.
ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જમીન અરજીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં જામીન અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે 3 ઓગષ્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થશે. મહત્વનું છે કે, ગ્રામ્ય કોર્ટમાં હત્યારા તથ્યના પિતાએ કરી જામીન અરજી હતી. જોકે હવે આરોપી પ્રજ્ઞેશ પટેલને આગામી સુનાવણી સુધી જેલમાં રહેવું પડશે.