અમદાવાદ

ટાટા પાવર સોલાર હવે ગાંધીનગરમાં વ્યાપક નિવાસી રૂફટોપ નિવારણ લોન્ચ કરશે

ભારતની સૌથી વિશાળ સૌર ઊર્જા કંપની અને ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ટાટા પાવર સોલારે આજે ગાંધીનગરમાં સંપૂર્ણ નિવાસી રૂફટોપ નિવારણ રજૂ કર્યું છે. સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને કોર્પોરેટ ઉદ્યોગના મુખ્ય નિર્ણયના ઘડવૈયાઓએ તેમની હાજરી સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિવારી રૂફટોપ નિવારણો 25 વર્ષ માટે વાર્ષિક રૂ. 50,000 સુધી બચત કરવાની અપેક્ષા છે. ટાટા પાવર સોલાર એક સ્થળે દુનિયાના સૌથી વિશાળ રૂફટોપ અને કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ભારતનો સૌથી વિશાળ કારપોર્ટનો અમલ કરવાની પાર્શ્વભૂ ધરાવે છે. હાલમાં ટાટા પાવર સોલારે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા સાથે હાથ મેળવ્યા હતા અને વિક્રમી 100 દિવસમાં દુનિયાના આ સૌથી વિશાળ સૌર સંચાલિત ક્રિકેટ સ્ટેડિયમ તેનું ઈન્સ્ટોલેશન કર્યું હતું.

ટાટા પાવર સોલાર ભારતનું અત્યંત વિશ્વાસુ અને આધારક્ષમ રૂફટોપ નિવારણ છે. કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઓછું કરતાં ટાટા પાવર સોલાર નિવાસી રૂફટોપ નિવારણ ડીઝલ જનરેટરનો ઉપયોગ ઓછો કરે છે, જેથી ઈંધણની પણ ઉચ્ચ બચત થાય છે. ઉપરાંત ગ્રાહકો ફાજલ રૂફટોપ જગ્યામાંથી કમાણી પણ કરી શકે છે. લાભાર્થીઓના ખર્ચમાં વધુ રાહત આપવા માટે આ પરિમાણ સરકારી સબસિડી પણ આવે છે. કંપનીએ ભારતભરમાં મજબૂત 150થી વધુ સેલ્સ અને સર્વિસ ચેનલ પાર્ટનર્સ બનાવ્યા છે, જે મૂલ્યવાન ગ્રાહકોને ફાઈનાન્સિંગ વિકલ્પો પૂરા પાડે છે.

આ પહેલ પર બોલતાં ટાટા પાવરકના એમડી અને સીઈઓ શ્રી પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે દિલ્હી, મુંબઈ, અજમેર અને ભુવનેશ્વરમાં નિવાસી રૂફટોપ નિવારણના સફળ લોન્ચ પછી અમને હવે ગાંધીનગરમાં નિવાસી ગ્રાહકો માટે આસાન અને ખર્ચ અસરકારક નિવારણો ઊપજાવવા માટે સોલાર રૂફટોપ ઓફર કરવામાં બેહદ ખુશી થઈ રહી છે. અમે ગુજરાતના બધા ગ્રાહકોને તેનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કરીએ છીએ.

આ અવસરે બોલતાં ટાટા પાવર (રિન્યુએબલ્સ)ના પ્રેસિડેન્ટ શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે અમારા નિવાસી ગ્રાહકોને કમર્શિયલ લાભોનું જ્ઞાન આપવા તેમ જ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલેશનનાં ગુણવત્તાયુક્ત પાસા વિશે સમજાવવાના અમારા પ્રયાસ છે. અમને આશા છે કે આ પહેલો અને અમારી ખર્ચ અસરકારક રૂફટોપ નિવારણોની ઓફર સાથે ગ્રાહકોને ઊર્જા સંવર્ધન અને વીજ ખર્ચમાં બચત કરવામાં મદદ કરી શકીશું. આ સાથે અમારી કંપનીનો ભારતમાં નં. 1 રૂફટોપ ખેલાડી હંમેશાં રહેવાનું લક્ષ્ય પણ હાંસલ થશે.

સુરક્ષા આ ઈન્સ્ટોલેશનમાં મહત્ત્વપૂર્ણ પાસું છે. કંપની સિસ્ટમના લાંબો સમય સુરક્ષિત અને અસરકારક રીતે ચાલે તેની ખાતરી રાખે છે. નિવારી રૂફટોપ સેગમેન્ટ પ્રેરણાત્મક પર્યાવરણ અનુકૂળ ઊર્જા નિવારણોમાં મુખ્ય વૃદ્ધિ પ્રેરકો હોવા સાથે સોલાર રૂફટોપ સેગમેન્ટમાં કંપનીના અવ્વલ સ્થાનને વધુ મજબૂત બનાવશે. કંપનીએ હાલમાં જ દિલ્હી અને મુંબઈમાં આ નિવારણ લોન્ચ કર્યા હતા અને નિવાસી સેગમેન્ટમાંથી તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. રિન્યુએબલ્સ નવી વૃદ્ધિનું ક્ષેત્ર છે, જે ઉત્તમ મૂલ્ય લાવે છે અને ગ્રાહકોની બદલાતી જરૂરતો સાથે સુમેળ સાધશે.

ટાટા પાવર સોલાર વિશે
ટાટા પાવર સોલાર 29 વર્ષની ઊંડી ડોમેન નિપુણતા ધરાવે છે. તે દુનિયામાં અગ્રણી સોલાર ઉત્પાદકમાંથી એક છે અને ભારતની સૌથી વિશાળ વિશિષ્ટ ઈપીસી ખેલાડી છે. 1989માં સ્થાપિત કંપની મૂળમાં ટાટા પાવર અને બ્રિટિશ પેટ્રોલિયમ સોલાર (બીપી સોલાર) વચ્ચે સંયુક્ત સાહસ તરીકે રચવામાં આવી હતી. સોલાર અવકાશમાં આગેવાન અને બજાર આગેવાન બેન્ગલોરમા વડામથક સાથે ટાટા પાવર સોલાર હવે ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની સબસિડિયરીતરીકે સ્વતંત્ર કામ કરે છે.

ભારતમાં સૌથી વિશાળ સોલાર ઉત્પાદકમાંથી એક તરીકે ટાટા પાવર સોલાર બેન્ગલોરમાં વિશ્વ કક્ષાનું ઉત્પાદન એકમધરાવે છે, જેની નિર્માણ ક્ષમતા 400 મેગાવોટ મોડ્યુલ્સ અને સેલ્સના 300 મેગાવોટછે. તેણે 2.6 ગિગાવેટથી વધુ ગ્રાઉન્ડ- માઉઅઠ યુટિલિટી સ્કેલ, લગભગ 14000 સોલાર વોટર પંપ્સ અને ગભગ 260 મેગાવેટ રૂફટોપ પૂર્ણ કર્યા છે અને આજ સુધી દેશભરમાં જનરેશન પ્રોજેક્ટ્સનું વિતરણ કર્યું છે. તે શહેરી અને ગ્રામીણ બજારોમાં સોલાર નિવારણોની વૈવિધ્યપૂર્ણ રેખા ઓફર કરે છે, જેમાં રૂફટોપ નિવારણો, સોલાર પંપ્સ અને પાવર પેક્સનો સમાવેશ થાય છે. ટાટા પાવર સોલાર સર્વત્ર સોલાર અભિમુખ બનાવવા કટિબદ્ધ છે અને તેનાં અખંડ સૌર નિવારણો થક દેશભરના લાખ્ખો લોકોને ઊર્જાની પહોંચ પૂરી પાડવાનું લક્ષ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button