તલોદ: બોર નુ પાણી એગ્રીકલ્ચરમાંથી ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થતાં ખેડૂતો નો હોબાળો
સાબરકાંઠા જિલ્લાના તલોદ ગામ ખાતે ખેતી ની જમીન માંથી ટેમ્પરરી કનેક્શન લઈને આઠ કિલોમીટર સુધી લાઇન કરી લઇ જઇ કંપનીમાં યુઝ કરતાં તલોદ ગામના ખેડૂતો એ વાંધો ઉઠાવી જીલ્લા કલેક્ટર સુધી રજુઆત કરી.
તલોદ ગામમાં આવેલ સર્વે નં- ૧૮૬૧ માં આવેલ ખેતર તલોદ ગામ થી આઠ કિલોમીટર તલોદ તાલુકાના મહેલાવ ગામે આવેલ એકઝારો પ્રા.લી.કંપની માં પાણી લઈ જવાતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ખેડેતોને આઠ કલાક વિજળી મળે છે અને એકઝારો પ્રા.લી.કંપની ને ૨૪ કલાક વપરાશનું કનેકશન અપાતાં એકઝારો કંપની દ્વારા ૨૪ કલાક પાણી બોર દ્વારા મોટી મોટર મુકી ને પાણી રાત્ર- દિવસ ખેંચવામાં આવે છે અને પૈસાના જોરે કંપની દ્વારા આઠ કિલોમીટર પાણીની પાઇપ લાઇન લાંબી કરવામાં આવી છે તો આઠ કિલોમીટર એકઝારો કંપની સુધી પાણી લઈ જવામાં આવ્યું છે.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=oNEeyMGx7tg&feature=youtu.be[/youtube]
૨૪ કલાક મોટર ચાલુ રહેતા આજુબાજુના ખેતરોમાં પાણીના તળ નીચા ગયાં છે તો હાલતો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વિજકંપની દ્વારા મીલીભગત થી બોરનું પાણી એકઝારો કંપની સુધી પહોંચ્યુ છે અને તાત્કાલિક ૨૪ કલાક નું કનેક્શન આપવામાં આવ્યું છે તો અમને ખેડૂતો ને આઠ કલાક વિજ પ્રવાહ મળે છે તો આ અંગે વિજકંપનીમા તથા જીલ્લા કલેક્ટર ને લેખિત મા જાણ કરી તાત્કાલિક વિજકનેકશન બંધ કરવા અને તલોદ ગામમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ના N.A ના વાંધા અરજી કરવામાં આવી છે.