ફિલ્મ રિલીઝ મામલે કરેલા આંદોલનના કેસ પાછા લેવા કરણી સેનાએ આપી ચીમકી
ભારતમાં લોકસભા ચૂંટણી આવતાજ સમાજ હોય કે સામાજિક સંગઠન હોય સરકાર સામે પોતાની માંગો તેમજ અધિકારો ની લડાઈ અને રજૂઆતો લઈ ને આવી જતો હોય છે જેમાં ગાંધીનગર માં પણ આજે કરણી સેના દ્વારા ફિલ્મ પદ્માવત સમયે જે કરણી સેના દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ ફિલ્મ ની રિલીઝ સામે જે આંદોલન કર્યું હતું એમ પોલીસે જે આંદોલન કારીઓને પકડ્યા હતા એમના સામે કાયદા આનુસાર ગુનો નોંધી કેસ કર્યા હતા પણ સરકારે એવું જણાવ્યું હતું કે આવનાર સમયમાં આ કેસ પાછા ખેંચી લેવાશે જે અંતર્ગત આજે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દ્વારા પ્રેસવાર્તા નું આયોજન કર્યું હતું.
કરણી સેના ના અધ્યક્ષ સુખદેવ સિંગ ગોગામેડી એ જણાવ્યું કે સરકારે ફિલ્મ પદ્માવત સમયે અમારી કરણી સેનાના કાર્યકરો ઉપર જે કેસ કર્યા છે એ વાયદા આનુસાર પાછા ખેંચે નહીતો જેમ આ 5 રાજ્યો માં વિધાનસભાની ચૂંટણીમાં હાર મળી એમ આવનાર લોકસભા ચૂંટણી માં પણ હાર નો સામનો કરવો પડશે. સરકારે જે સવર્ણ ને 10ટકા અનામત આપી એ ખરેખર પ્રસંશનીય પગલું છે અમે 25 ટકા માંગી હતી પણ મોદી સરકારે જે અનામત આપી એ ખરેખર એનથી જે આર્થિક રીતે પછાત સવર્ણ ને જરૂર થી લાભ થશે સરકારના પગલાં નું કરણી સેના સ્વાગત કરે છે.
https://www.youtube.com/watch?v=kGfQ5NidAek&feature=youtu.be
પોલીસ દ્વારા ગુજરાત ના 600 જેટલા કરણી સેના ના કાર્યકર ઉપર જે કેસ કર્યા છે એ વહેલા માં વહેલી તકે પાછા ખેંચે કારણ કે આ કેસ ના કારણે એમની પરીક્ષા અને એમની નોકરી ઉપર અસર થઈ રહી છે