ગુજરાત ભરમાં સ્વાઈન ફલૂનો કહેર, અત્યાર સુધીમાં 55ના મોત-જ્યંતી એસ રવિ
સમગ્ર ભારત અને ગુજરાત માં અત્યારે ઠંડીએ બધા જ રેકોર્ડ તોડી દીધા છે. ઘણી જગ્યા એ હિમ વર્ષા તો ઘણી જગ્યાએ ઠંડા પવન એ જોર પકડ્યું છે તો બીજી બાજુ ઠંડી માં થતાં રોગો એ પણ માથું ઊંચક્યું છે અને એમાં પણ સ્વાઇન ફલૂ એ અત્યાર સુધી મા બધા રેકોર્ડ તોડી નાખ્યા હોય એમ સમગ્ર ભારત માં હાહાકાર મચાવ્યો છે જે મુદ્દે રાજ્ય ના આરોગ્ય સચિવ જ્યંતી એસ રવિ દ્વારા પ્રેસ વાર્તા નુ અયોજન કર્યું હતું. જેમાં એમણે જણાવ્યું મેં કેન્દ્ર દ્વારા સ્વાઇન ફલૂ માં મળતી સુવિધા અને એને રોકવા ના ઉપાય માં અત્યારે રાજ્ય નો સ્વાસ્થ્ય વિભાગની શું કાર્યવાહી છે એ માટે દિલ્લી ની કેન્દ્ર ની ટીમ આવી છે અને એમણે ગુજરાત માં અલગ અલગ જિલ્લા માં ફરી ને લેવાતા પગલાં વિશે જાણકારી મેળવી છે એમને જણાવ્યું કે અત્યાર સુધી રાજ્યમાં 1463 કેસ નોંધાયા જેમાં આજ સુધી 849 ને રજા આપી દેવાઈ છે અત્યાર સુધી રાજ્ય માં સ્વાઇન ફલૂ થી 55 મૃત્યુ થયા છે. રાજ્ય માં 3.60 % મૃત્યુ દર સ્વાઇન ફલૂ નો રહ્યો છે. દૈનિક 85 કેસ સ્વાઇન ફલૂના નોંધાય છે. એક અઠવાડિયા સુધી સ્વાઈન ફલૂ કેસ નોંધાઇ શકે છે.
https://www.youtube.com/watch?v=UX_4PY0ecpc&feature=youtu.be
હાલ રાજ્ય સરકાર પાસે દવા નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સ્વાઇન ફલૂ માં 3 કેટેગરીમાં છે. 105 ડીગ્રી થી ઓછો તાવ હોય તેમનો એ કેટેગરી માં સમાવેશ થાય છે..પણ ચિંતા કરવાની જરૂર નથી. વધુ તાવ હોય તો તે બી કેટેગરી માં સમાવેશ થાય છે તેમને સ્વાઈન ફલૂ ની ટ્રીટમેન્ટ આપવા માં આવે છે બીજી કેટેગરી માં હાર્ટ શ્વાસ ની તકલીફ ધરાવતા દર્દીઓ ,પાંચ વર્ષ થી ઓછી ઉંમર ના બાળકો,આબાલ વૃદ્ધ નો સમાવેશ થાય છે તેમને તાત્કાલિક સારવાર અપાય છે સૌરાષ્ટ્ર કરતા અમદાવાદ માં સ્વાઈન ફલૂ ના કેસો વધુ છે. ખાનગી હોસ્પિટલો માં પણ દર્દીઓ ને દવા આપવાની વ્યવસ્થા કરી છે ગુજરાત રાજ્ય માં 16 લેબોરેટરી છે તબીબો ની ખાલી જગ્યા તે ગુજરાત જ નહીં રાષ્ટ્ વ્યાપી સમસ્યા છે જે દર્દીઓ હાર્ટ અને ડાયાબીટીસ થી પીડિત હતા. બને ત્યાં સુધી લોકો એ ભેગા ન થવું જોઈએ 900 જેટલા તબીબો ની જગ્યાઓ ખાલી છે સમગ્ર ગુજરાત માંથી સૌથી વધુ અમદાવાદ માં 32 ટકા કેસ આરોગ્ય વિભાગ ના કેર્મચારી ની હડતાલ મુદ્દે બોલતા કહ્યું કે આજે આરોગ્ય વિભાગ દ્વારા બેઠક માટે બોલાવ્યા છે અને આરોગ્ય આવશ્યક સેવાઓ છે હુ અપીલ કરીશ કે તેઓ હડતાળ પર ન જાય .તેઓના પ્રશ્નો નુ નિરાકરણ લાવવા નો પ્રયાસ કરવામાં આવશે. સ્વાઈન ફલૂ નો ટેસ્ટ ચાર કલાક માં થાય છે કેન્દ્રીય ટીમે રાજ્ય સરકાર ની સ્વાઇન ફલૂ ની સારવાર અને વ્યવસ્થા બાબતે સંતોષ વ્યક્ત કર્યો.
સ્વાઇન ફલૂ રોકવા માટે લોકોએ સાવચેતી રાખવી જોઈએ.
1. હસ્તધૂનન થી દુર રહેવું,
2. ભીડ વાળી જગ્યા એ ના જવું
3. હાથ ધોઈ ને ઉપયોગ કરવો
4. છીંક આવે ત્યારે રૂમાલ રાખીએ
5. જનરલ કસરત કરવી જોઈએ