ગુજરાત

અમદાવાદમાં સ્વાઈન ફલૂના કેસ વધતા, મ્યુનિ.હેલ્થ વિભાગે આ અંગે સ્કૂલોજોગ એડવાઈઝરી જારી કરવાની ફરજ પડી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના શુક્રવારે 70 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાવનગર ખાતે એક, બોટાદ ખાતે બે એમ મળીને કુલ ત્રણના
મોત થયા છે. શુક્રવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 25, વડોદરા 6, સાબરકાંઠા 6, રાજકોટ શહેર 4, રાજકોટ જિલ્લામાં 4 અને ગાંધીનગરમાં 4, ભાવનગરમાં 3, વડોદરામાં 3 અને જામનગરમાં
3, સુરતમાં 2, કચ્છ,ભાવનગર,જૂનાગઢ, આણંદ, અમદાવાદ જિલ્લો, પાટણ, ગાંધીનગર શહેર,ખેડા, પંચમહાલ, નવસારી ખાતે એક એક કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, સતત વાતાવરણમાં
આવતા બદલાવને કારણે આ રોગચાળામાં વધારો થતો હોવાનું આરોગ્ય વિભાગનું કહેવું છે.

અમદાવાદમાં છેલ્લા દોઢ મહિનામાં સ્વાઈન ફલૂના કેસમાાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જાન્યુઆરી કરતા પણ ફેબ્રુઆરીની સ્થિતિ વધુ ચિંતાજનક ઊભી થઈ છે. સાત જ દિવસમાં 200થી વધુ
કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગે આ અંગે સ્કૂલોજોગ એડવાઈઝરી જારી કરવાની ફરજ પડી છે. સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે કે, તેમની શાળામાં કોઈ પણ બીમાર બાળક આવે નહીં તેવુ વાલીઓ
સાથે મિટિંગ કરીને જાણ કરવી. શુક્રવારે એક જ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 25 જેટલા નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 25 કેસ, રાજકોટમાં એક જ દિવસમાં 3નાં મોત. 1 જાન્યુઆરી, 2019થી અત્યાર સુધીમાં રાજ્યભરમાં 1187 કેસ નોંધાયા છે. 455 સારવાર હેઠળ છે અને સારવાર
દરમિયાન 54 વ્યક્તિઓના મોત થયા છે. રાજકોટમાં એક જ દિવસમાં 3નાં મોત થયા છે. મ્યુનિ.હેલ્થ વિભાગે જારી કરેલી એડવાઈઝરીમાં એવું જણાવવામાં આવ્યુ છે કે, સિઝનલ ફ્લૂ સામે પગલાં
લેવા એ દેશની સેવા સમાન છે. એટલે શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક તેનુ નિદાન મેળવુ લેવુ. કોર્પોરેશનની દરેક હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની ફ્રી દવા અને સારવાર
આપવામાં આવે છે. શહેરમાં જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લૂના 213 કેસ સામે બે લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ 159 કેસ સામે ચાર વ્યકિતના મૃત્યુ થયા છે.
મૃત્યુની ટકાવારી વધતી હોવાના કારણે મ્યુનિ.હેલ્થ વિભાગે સ્કૂલો માટે એડવાઈઝરી જારી કરવાની ફરજ પડી છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button