Ahmedabad
આંબાવાડી પ્રેમ પ્રકરણમાં યુવતીનું મર્ડર થયું હોવાની આશંકા, CCTVમાં શંકાસ્પદ વ્યક્તિ દેખાયો
અમદાવાદના આંબાવાડીના અમૂલ્ય કૉમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની યુવતી ઇશાની પરમાર (ઉ.વ.27)ની હત્યા કરવામાં આવી છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ઇશાની પરમારની 310 નંબરની ઓફિસમાં બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવક પણ જોવા મળ્યો છે.