PUBGને ટક્કર આપવા શાઓમી લાવી સર્વાઇવલ ગેમ
મોબાઇલ ગેમિંગને લઇને અત્યારે સૌથી મોટું નામ PUBG Mobileનું છે. આ ગેમનો ક્રેઝ યુવાનોમાં ઘણો જ વધારે છે. લગભગ દરેક જાણે છે કે આને ટક્કર આપી શકે તેવી કોઇ મલ્ટીપ્લેયર ગેમ અત્યારે માર્કેટમાં નથી. જો કે શાઓમીએ આને એક ચેલેન્જ તરીકે લેતા નવી ગેમ લૉન્ચ કરી છે. આ ગેમ અદ્દલ PUBG જેવી જ છે અને મેપથી લઇને ગન્સ સુધીનાં ફીચર્સ આમાં મળી રહી છે. આને ‘Survival Game’ નામ આપવામાં આવ્યું છે અને આ ફક્ત 185MBની જ છે.
ફક્ત 185MBની આ ગેમને Miએ પોતાના એપ સ્ટોર પર નાંખી છે. આને Mi App Store પર જઇને ડાઉનલૉડ કરી શકાય છે. ગેમનાં Beta વર્ઝનને અલગ અલગ પ્રકારનાં રીવ્યૂ મળી રહ્યા છે. કેટલાક યૂઝર્સે આ ગેમને પસંદ કરી છે તો કેટલાકનાં જણાવ્યા પ્રમાણે PUBG સામે આ ક્યાંય નથી ટકતી. જો કે એક ગેમની રીતે આ સ્મુથ છે અને તેની ગેમપ્લે પણ નિરાશ નથી કરતી.
PUBGની જેમ આ ગેમ પણ બેટલફીલ્ડ બેસ્ડ ગેમ છે, જ્યાં ગેમર્સે એક-બીજાને મારતા અંત સુધી જીવતા રહેવાનું હોય છે. કંપનીનું કહેવું છે કે આ ગેમને ઇન્ડિયન માર્કેટ માટે બનાવી છે, જે ચીન પછી બીજા નંબરે સૌથી મોટું શાઓમી સ્માર્ટફોન ખરીદનાર છે. ગેમ વિશે કંપની કહે છે કે દરેક મેચ પૈરાશૂટથી મેપ એરિયા પર પ્લેયરને ઉતાર્યા બાદ શરૂ થાય છે અને અહીં પ્લેયર્સ પરસ્પર બેટલ કરે છે. છેલ્લે સુધી સર્વાઇવ કરનાર જીતે છે.