Site icon Time News

Surendranagar: સુરેન્દ્રનગરમાં સૌથી મોટી રેડ, 150થી વધુ ગેરકાયદે કોલસાની ખાણ પકડાઈ, હજારો ટન કોલસો જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એક સાથે 150થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પાડીને ખનન માફિયાઓને મોટો ફટકો આપ્યો છે.

આ કાર્યવાહી જામવાળી અને ભડુલો વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓએ કોલસો કાઢવા માટે ખોદવામાં આવેલા 150થી વધુ ખાડાઓ શોધી કાઢ્યા હતા. દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે ગેરકાયદે ખનનના વ્યાપક પ્રસારને દર્શાવે છે. તપાસ દરમિયાન ખનન માટે વપરાતા ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાધનોનો ઉપયોગ ગેરકાયદે ખનન માટે કરવામાં આવતો હતો.

આ કાર્યવાહીથી વર્ષોથી ચાલી રહેલા કોલસાના કાળા કારોબાર પર મોટો ફટકો પડ્યો છે. ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. પ્રાંત અધિકારીની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પર અંકુશ લાગશે તેવી આશા સેવાઈ રહી છે.

આ કાર્યવાહી ગુજરાતની ખાણ તપાસના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમની આ કામગીરીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે.

આ પણ વાંચો, Ahmedabad: બાપુનગરમાં ‘સક્રિય’ પોલીસ સૂતી રહી, લૂખ્ખાઓએ યુવકને છરીથી રહેંસી નાખ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version