ગુજરાત

સુરેન્દ્રનગર: GCL  ક્રિકેટ ટુર્નામેન્ચમાં ૧૨૮ ટીમોના ભાગ સાથે ભવ્ય ઉદ્ધાટન

 
જયારે ક્રિકેટનું નામ પડે એટલે બાળકોથી લઇને વૃધ્ધો સુધી થનગનાટ થવા લાગે છે ત્યારે સુરેન્દ્રનગર દશાડા GCL  ક્રિકેટ ટુર્નામેન્ચમાં ૧૨૮ ટીમોના ભાગ સાથે ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું અને ક્રિકેટની મજા માણી હતી.

સુરેન્દ્રનગર જીલ્લાના દશાડા તાલુકા ખાતે મુસ્તાકખાનજી મલીક સ્ટેડીયમ ખાતે GCL  ટુર્નામેન્ચનું આયોજન મંહમંદબાપુ અને તેમની કમીટી દવારા કરવામાં આવેલ જેમાં આશરે ૧૨૮ અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પુના, સુરત, બરોડા , અમદાવાદ, રાજકોટ ભાવનગર , જેવા અલગ અલગ જીલ્લાની ટીમોએ આ GCL  ક્રિકેટ ટુર્નામેન્ચમાં ભાગ લીધો છે.

ત્યારે આ GCL  ટુર્નામેન્ચના ઉદ્ધાટન માટે નૌશાદભાઇ સોલંકી દશાડા ધારાસભ્ય, લાખાભાઇ ભરવાડ વિરમગામ ધારાસભ્ય, ગુલાબસિહ રાજપુત પ્રમુખ પ્રદેશ યુવક કોગ્રેસ તેમજ  ગૌણ સેવા પસંદગી મંડળના પુર્વ ચેરમેન પ્રકાશભાઇ સોનીએ હાજરી આપી અને આ GCL ટુર્નામેન્ચને લીલીઝંડી આપી ટુર્નામેન્ચની શુભ શરૂઆત કરાવી હતી ત્યારે ગુજરાત ક્રિકેટ લીંગના મેનેજમેન્ટ ટીમમાં ફાઉન્ડર રીકે મોહંમદખાન ટાંકઇવેન્ટ હેડ તરીકે મુસ્તાક દીવાન ઇવેન્ટ મેનેજર તરીકે ફકરૂદીન ચીસ્ટી તથા ઇવેન્ટ પી.આર.ઓ. તરીકે ઇકબાલ સીદીએ આ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું અને આ GCL તારીખ ૨૧/૧૨/૨૦૧૮ થી લઇને ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ સુધી રમવાના છે.

[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=BsvuPbvCIcI&feature=youtu.be[/youtube]

જીતનાર ટીમને પુરસ્કાર રૂપી એક લાખનું ઇનામ  તેમજ આ ટુર્નામેન્ચમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને અલગ અલગ પ્રકારના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે ત્યારે આવા મોટાપાયે આયોજન કરી એકતા અને વ્યાયામ મહાકુંભ રચી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું આ આયોજન બદલ તેમજ ભાગ લેતા દરેક લોકોનો સરફરાજખાનજી જફર ખાનજી મલીકે ખાસ આભાર વ્યકત કર્યો હતો

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button