સુરત: બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતી 40 મહિલાઓ ઝડપાઇ
શહેરના પોષ વિસ્તાર તરીકે ગણાતા પીપલોદની એક હોટલમાં દારૂની મહેફીલ માણતી મહિલાઓની અટકાયત કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. જાણવા મળી રહ્યું છે કે આ હોટલમાં બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂની મહેફીલ જામી હતી. જેની પોલીસને જાણ થતા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે 21 મહિલાઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પોષ વિસ્તાર તરીકે ગણાતા પીપલોદની ઓઇસ્ટર હોટલમાં એક મહિલાની બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બર્થ-ડે પાર્ટીની આડમાં રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 40 જટેલી મહિલાઓ દારૂની મહેફીલ માણી રહી હતી. જેની અજાણ્યા શખ્સ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં શરાબ અને શબાબની પાર્ટી ચાલતી હોવાની જાણ કરવામાં આવી હતી.
કિટી પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની કેટલીક મહિલાના પરિવારનો અજાણ હતા જ્યારે મહિલાઓ પકડાઈ ત્યારે પતિ અને પરિવારજનો પણ ચોંકી ગયા હતા. મોટા ભાગની મહિલાઓ ઘરેથી બહેનપણીની બર્થ-ડે પાર્ટી કે લગ્નની એનીવર્સરીના બહાના કાઢી આવી હતી.
પોલીસને મળતી જાણકારી અનુસાર ઉમરા પોલીસ દ્વારા ઓઇસ્ટર હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતો. પોલીસે દરોડા પડતા જાણવા મળ્યું કે 40થી વધુ મહિલાઓ બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂની મહેફીલ માણી રહી હતી. જેને લઇ પોલીસે 21 જેટલી મહિલાઓની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી તમામ મહિલાઓ સુરતના ગર્ભશ્રીમંત પરિવારની છે.