સુપ્રીમ કોર્ટેએ CBIના નાગેશ્વર રાવને કડક સજા સંભળાવી, રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો
બિહારના મુઝફ્ફરનગર શેલ્ટર હોમ કાંડમાં કોર્ટની અપમાનના કેસમાં CBIના પૂર્વ ઈન્ટરિમ ડાયરેક્ટર નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે કડક સજા સંભળાવી છે. આજે મામલાની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નાગેશ્વર રાવને માફીનામાને નામંજૂર કર્યુ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો તેમજ જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી ચાલશે ત્યાં સુધી નાગેશ્વર રાવ અને બીજા અધિકારીઓએ કોર્નરમાં બેસી રહેવું પડશે. અને SCએ ચુકાદો સંભળાવતા કહ્યું કે મુઝફ્ફરનગર શેલ્ટર હોમની તપાસ ટીમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. અરૂણ શર્મા જ આ તપાસ ટીમની આગેવાની કરશે. અને નાગેશ્વર રાવ ઉપરાંત એસ. ભસૂરણ પર પણ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વેણુગોપાલે બચાવ કર્યો, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની કડક શબ્દોમાં ટીપ્પણી બાદ એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું કે જો તમે નાગેશ્વર રાવને કોઈ સજા સંભળાવો છો તો તેમની કારકિર્દી ખરાબ થઈ શકે તેમ છે તેઓ છેલ્લાં 32 વર્ષથી કામ કરી રહ્યાં છે. CJI આ મુદ્દે ટીપ્પણી કરતાં કહ્યું કે તમે એવું કઈ રીતે વિચારી શકો છો કે લીગલ એડવાઈસ એપ્રુવલ પછી મળી છે કે DoPTએ આ ઓર્ડરને આપ્યો છે જે નાગેશ્વર રાવના હસ્તાક્ષર બાદ જ નક્કી થયો હતો. ચીફ જસ્ટિસે કહ્યું કે લીગલ એડવાઈસ એ જ હતી કે સુપ્રીમ કોર્ટને મામલાની જાણકારી આપવામાં આવે. અને ચીફ જસ્ટિસે કહ્યું કે નાગેશ્વર રાવ કોર્ટનું અપમાન કર્યું છે. આ ચુકાદાથી નાગેશ્વર રાવની કારકિર્દી પર સીધી જ અસર પડી શકે તેમ છે ,જો અમે તેમની માફી કબૂલ કરીશું અને જો તેમને સજા નહીં આપીએ તો પણ તેમને એ માનવું જ પડશે કે નાગેશ્વર રાવે અમને પૂરી વિગત અંગે સૂચિત કરવાનું પણ યોગ્ય માન્યું ન હતું.