વેપાર

અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, 4 અઠવાડિયામાં ચૂકવે પૈસા નહીં તો જવું પડશે જેલ

સુપ્રીમ કોર્ટે એરિક્સન કંપનીના ચૂકવણી સાથે જોડાયેલા વિવાદમાં અનિલ અંબાણી અને તેના ગ્રુપની કંપનીઓના બે ડાયરેક્ટરને કોર્ટની અવગણનામાં દોષી ઠેરવ્યા છે. કોર્ટે બુધવારે કહ્યું હતું કે તેમણે જાણી જોઈને ચૂકવણી કરી નથી. અનિલ અંબાણીની કંપની આરકોમે એરિક્સને 550 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાના બાકી છે.

કોર્ટે કહ્યું કે એરિક્સનને 4 સપ્તાહમાં 453 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે. કોર્ટે અનિલ અંબાણી અને બંને ડાયરેક્ટરો પર 1-1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. એરિક્સને બાકી ચૂકવવાની નીકળતી રકમ અને પેનલ્ટની ચૂકવણી ન કરવા પર અનિલ અંબાણી અને બંને ડાયરેક્ટરને જેલમાં જવું પડશે.

એરિક્સને 2014માં આરકોમનું ટેલિકોમ નેટવર્ક સંભાળવા માટે 7 વર્ષની ડિલ કરી હતી. તેનો આરોપ છે કે આરકોમે 1,500 કરોડ રૂપિયાની ચૂકવણી કરી નથી. ગત વર્ષે દેવાળિયા કોર્ટમાં સેટલમેન્ટ પ્રક્રિયા અંતર્ગત એરિક્સન એ વાત માટે તૈયાર થઈ છે કે આરકોમ માત્ર 550 કરોડ રૂપિયાની ચૂકવણી કરે. સુપ્રીમ કોર્ટ આરકોમને 15 ડિસેમ્બર સુધીમાં ચૂકવણી કરવાના આદેશ આપ્યા હતા.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button