સુરેન્દ્રનગરના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ વિદાય સમારોહનો એક નવો પ્રયાસ કરી, શિક્ષણ જગતને એક નવો દ્રષ્ટીકોણ આપ્યો.
ધોરણ ૧૨ ની માર્ચની પરીક્ષાઓ આવી રહી છે અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને શાળામાં ગણતરીના દિવસો જ બાકી રહયા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાની જી.એસ.કુમાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિદાય વેળા આવી ગઇ છે ત્યારે વિદ્યાલયમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિદાય સમયે પોતાના સ્વખર્ચે સંવિધાન પુસ્તકની મેળવી સંવિધાન પુસ્તક દીક્ષા મહોત્સવની ઉજવણી કરીને શિક્ષણ જગતમાં એક નવો દ્રષ્ટીકોણ આપ્યો હતો અને તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે આ સંવિધાનનો ગ્રંથ એ અમારા માટે રાષ્ટ્રીય ગ્રંથ છે અને અમારા માટે રાષ્ટ્ર ધર્મ એ જ મોટો ધર્મ છે અને ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુંઆરી એ જ અમારા માટે સૌથી મોટા રાષ્ટ્રીય ઉત્સવ છે ત્યારે આ સમયે મુખ્ય મહેમાન તરીકે લીંબડી પી.એસ.આઇ. એમ.કે ઇસરાણીજી.એસ.કુમાર વિદ્યાલયના આચાર્ય પંકજભાઇ ચાવડા અને આજ શાળાના સિનિયર શિક્ષક મુકેશભાઇ મકવાણા તેમજ શાળાનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ અને આ શાળાના ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.