અમદાવાદ
ગુજરાત યુનીવર્સીટીમાં વિદ્યાર્થીઓએ માથે કાળીપટ્ટી બાંધી પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપી.
જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા CRPFના કાફલા પરના હુમલા બાદ દેશભરમાં આતંકવાદ વિરુધ્ધ રોષની લાગણી પ્રસરી છે. અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી ખાતે આજે કોંગ્રેસ યુવા કાર્યકરો અને UGPGના વિદ્યાર્થીઓ દ્રારા કેન્ડલ સળગાવી માથે કાળીપટ્ટી બાંધી શહીદોને શ્રઘ્ઘાંજલિ આપવામાં આવી હતી.
https://www.youtube.com/watch?v=_1j50bPt97Y
જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં CRPF જવાનો પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને મૌનપાળી શ્રધ્ધાંજલિ આપી હતી. તેમજ ઘાયલ થયેલા જવાનો જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરાઈ હતી. ” હમકો નિંદા નહિ ચાહિયે અબ એકભી આતંરવાદી જિંદા નહી ચાહિયે”ના બેનરો દર્શાવી સરકાર આતંકવાદના વિરોધમાં કડકમાં કડક પગલા લે તેવી માંગ કરવામાં આવી હતી.