લોકરક્ષક દળની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોથી ગૂંચવાયા વિદ્યાર્થીઓ
રાજ્યમાં લોકરક્ષક દળના પેપર લીક બાદ ફરીથી લેવાયેલી પરીક્ષામાં 7.15 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. કુલ ઉમેદવાર( 8.76 લાખ) કરતા ઓછી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું સામે આવી રહ્યું છે. LRD પરીક્ષાના પેપરમાં તાર્કિક, કાયદાકિય અને જનરલના નોલેજના પ્રશ્નો પુછાયા હતા. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઊંચાઈ તેમજ ગુજરાતના ડેમ અને અભ્યારણ્યની સાથે સોમનાથ મંદિરના સંદર્ભમાં પણ પ્રશ્ન પુછાયા હતા.
સમગ્ર પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને ખાસ ટ્રીકથી પ્રશ્ન પુછાતા ઘણા પરીક્ષાર્થીઓ તેમાં ગુચવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરીક્ષા આપેલા એક ઉમેદવારને પુછતા તેણે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રકારના પહેલી વખત જોવા મળે છે. જે ટ્રીકથી પ્રશ્ન પુછાયા છે તેના કારણે ઘણા વિદ્યાર્થી પુરા પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા.
પરીક્ષા પૂર્ણ થયા બાદ વિકાસ સહાયે જણાવ્યું હતું કેદરેક ઉમેદવારોને અભિનંદન, જૂની ઘટના ભૂલી મહેનત કરી પરીક્ષા આપી, પેપર બદલ પણ હકારાત્મક વલણ જોવા મળ્યા હતા તેમજ પોલીસબંદોબસ્તની વચ્ચે આા પરીક્ષા લેવાઇ હતી.